‘ વેજીટેબલ જલફ્રેઝી ‘ ગુજરાતીઓ ની મનપસંદ વાનગી

‘ વેજીટેબલ જલફ્રેઝી ‘ ગુજરાતીઓ ની મનપસંદ વાનગી . ખાવા પીવા ના શોખીનો માટે ખાસ વાનગી.

સામગ્રી:

  • ગાજર,
  • 2 ફૂલગોબી,
  • 8-9 ટુકડા લીલા વાલ,
  • 11-12 ફળીલીલા કેપ્સિકમ,
  • 2 નાના કદનાલીલા વટાણા,
  • 1/2 કપ ટમેટુ,
  • 1 નાનુ ડુંગળી મધ્યમ કદની,
  • 2 બદામ,
  • 7-8 કાજૂ,
  • 7-8 આદુ,
  • 2 ઈંચનો ટુકડો લસણ,
  • 2-3 કળી જીરુ,
  • 1 ટીસ્પૂનલાલ મરચાનો પાવડર,
  • 1 ટેબલસ્પૂન લીલા ધાણાનો પાવડર,
  • 1 ટેબલસ્પૂન લીંબુનો રસ,
  • 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા
  • મીઠું, સ્વાદ અનુસાર

બનાવા માટેની રીત

  • શાકભાજીને 1 ઈંચના ટુકડામાં સમારી લો.
  • એક ડુંગળીને સમારીને બાજુ પર રાખી દો. બીજી ડુંગળીની પાતળી સ્લાઈસ કરીને બાજુ પર મૂકી દો.
  • બદામ અને કાજૂની પેસ્ટ બનાવી લો.
  • આદુ અને લસણને સાથે પીસી લો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો.
  • તેલમાં પીસેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો.
  • ગેસની આંચ ધીમી કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર અને સૂકા ધાણાનો પાવડર ઉમેરો. એકાદ મિનીટ પછી તેમાં બદામ-કાજૂની પેસ્ટ ઉમેરો. મિશ્રણ ઘટ્ટ અને કોરુ થાય ત્યા સુધી તેને પકાવો. કઢાઈની કિનારીએથી છૂટુ પડવા દો.
  • તેમાં ગાજર, ફૂલગોબી અને લીલા વાલના દાણા ઉમેરો. બરાબર મિક્સ કરો. 1 કપ પાણી ઉમેરો. હલાવીને તેને ઢાંકી દો અને 4-5 મિનીટ સુધી પકાવો.
  • હવે તેમાં લીલા કેપ્સિકમના ટુકડા, ટમેટા, લીલા વટાણા અને સ્લાઈસ કરેલી ડુંગળી ઉમેરો અને સતત હલાવતા રહો.
  • શાકભાજી પાકી જાય ત્યા સુધી પાકવા દો. અને હવે તેમાં મીઠું ઉમેરો.
  • ગેસ પર 1 મિનીટ સુધી પાકવા દો.
  • લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ વેજીટેબલ જલફ્રેઝી સર્વ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here