સુરતની ચાર વર્ષની તપસ્યાએ ક્યૂટ અંદાજમાં ગાયેલું રાષ્ટ્રગીત 15મી ઓગસ્ટે થયું વાયરલ

15-august-special-surat-four-year-old-baby- Tapashya-sing-a-nation-song-viral-on-social-media

ભારતના રાષ્ટ્રગીત જન..ગણ..મન..ને અલગ અલગ ગાયકોના મુખે અનોખા અંદાજમાં આપણે સાંભળ્યા હશે. પરંતુ સુરતના વરાછાના સીમાડા વિસ્તારમાં રહેતી એક ચાર વર્ષની બાળકીએ એકદમ ક્યૂટ અંદાજમાં રાષ્ટ્રગીત ગાયું છે. સફેદ સાડી માથે મુકુટ સાથે ભારત માતાના ડ્રેસ પહેરી બાળકીએ ગાયેલું ગતી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

15-august-special-surat-four-year-old-baby- Tapashya-sing-a-nation-song-viral-on-social-media

સોશિયલ મીડિયામાં રાષ્ટ્રગીત થયું વાયરલ

સિમાડા નાકા ખાતે આવેલા સુવિધા રો હાઉસમાં રહેતા નિકુંજભાઈ નારણભાઈ ઘાડીયાની ચાર વર્ષની દીકરી તપસ્યા હાલ જૂનિયર કેજીમાં આર એન ભાયાણી વિદ્યાસંકૂલમાં અભ્યાસ કરે છે. ગાવાની શોખીન તપસ્યાએ રાષ્ટ્રગીત ગાયું હતું. જેનો વીડિયો તેના પપ્પા નિકુંજભાઈએ મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં વહેતો કરતાં ટૂંક સમયમાં જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રિધમમાં ગાય છે ગીતો

હેલ્થ સપ્લીમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નિકુંજભાઈ ઘાડીયાએ જણાવ્યું હતું કે, તપસ્યા એકદમ રિધમમાં ગીતો ગાતી હોય છે. ઈંગ્લીશ કવિતાથી લઈને ધાર્મિક ગીતો તેણીને તરત જ યાદ રહી જાય છે. જેથી કોઈ મહેમાન ઘરે આવે કે પછી શેરીમાં છોકરાઓને એકઠા કરીને પણ તે ગીતો સંભળાવતી હોય છે. સાથે જ સ્કૂલમાં યોજાતા પ્રોગ્રામમાં પણ તપસ્યાને માઈક પર ગીતો ગવડાવવામાં આવે છે. જેથી તપસ્યાને હાલ સ્ટેજ ફિયર સાવ જતો રહ્યો છે.

15-august-special-surat-four-year-old-baby- Tapashya-sing-a-nation-song-viral-on-social-media

દાદીની સાથે ઠાકોરજીની સેવામાંથી શીખી લે છે ગીતો

તપસ્યાના મમ્મી જસિકાએ જણાવ્યું હતું કે, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. મારા સાસુ વહેલી સવારે ઉઠીને ઠાકોરજીની સેવા પૂજા કરતાં હોય છે. ત્યારે તપસ્યા પણ વહેલી ઉઠીને તેમની રૂમમાં જતી રહે અને દાદી જે ગીતો ગાય તે તરત જ કંઠસ્થ કરી લે અને પછી તેણી પણ તે ગીતો ગાતી હોય છે. વળી અમે પણ તેની ગાયકીને જોઈને નવી કવિતાઓ કે ગીતો, પદ, ભજન શીખવતા હોઈએ છીએ. જેને તપસ્યા યોગ્ય ઢાળ સાથે ગાતી હોય છે. પાંચ જણના પરિવારમાં તપસ્યાના ગીતો અને વાતો સાંભળીને વિસ્મય પામતાં હોઈએ છીએ. પરંતુ હવે સોશિયલ મીડિયાના કારણે તપસ્યાના ગીતો બધા સુધી પહોંચ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here