74th Independence Day ની પાટણ જિલ્લામાં ઉજવણી

પોસ્ટ કેવી લાગી?

74th Independence Day

૭૪મા સ્વાતંત્ર્ય દિન (74th Independence Day) ની જિલ્લા કક્ષાની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવી. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન અને કોરોના વોરિયર્સનું સન્માન થયું. તેમજ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર એ કહ્યું કે, “કોરોના સામેની લડાઇ લાંબી છે, પરંતુ આવા અનેક પડકારો સામે ગુજરાત કયારેય ડગ્યું નથી અને ડગવાનું પણ નથી.”

ભારતે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વતંત્રતાના (74th Independence Day) ૭૪મા મંગલપર્વને હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવવામાં આવ્યો હતો. પાટણમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસની ઉપસ્થિતિમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો.

74th Independence Day

૧૫મી ઓગસ્ટ,૨૦૨૦ના રોજ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે સવારે ૯:૦૦ વાગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે સર્વેને ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ (74th Independence Day) ની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ સતત વિકાસ કરી રહ્યો છે. તેની સાથે સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત રાજય પણ પ્રગતિના નવિન સોપાનો સર કરી રહ્યું છે. ભારતની આઝાદી પછી વડાપ્રધાનશ્રી દ્વારા કલમ-૩૭૦ ને દૂર કરવી અને અયોધ્યામાં રામમંદિરનું શિલાન્યાસ એ ભારત માટે ઐતિહાસિક બાબત છે અને સૌ નાગરિકોને તેનું ગર્વ છે. થોડાક સમયથી આપણો દેશ કોરોના મહામારીમાં સપડાયો છે. પરંતુ, વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા અને સતત માર્ગદર્શનથી તેની મોટી અસરોથી આપણે બચી શકયા છીએ. કોરોનામાં આર્થિક ગતિ મંદ પડી છે તેને પુનઃ સુવ્યવસ્થિત કરવા શ્રી નરેન્દ્ર મોદીએ ર૦ લાખ કરોડનું ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે પણ કોરોના કાળમાં અસરકારક નિર્ણયો લઇને સતત નાગરિકોની દરકાર કરી છે. આપણે સૌએ પણ સરકારના આદેશોનું પાલન કરીને કોરોના સામેની લડાઇને આઝાદીની લડાઇની જેમ જ જીતવાની છે.

74th Independence Day

મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે કોરોના સમયે કરેલ કામગીરીની નોંધ વિશ્વ આરોગ્ય સંસ્થા, સુપ્રીમકોર્ટ અને નીતી આયોગે પણ લીધી છે. રાજય સરકારે લોકડાઉનના સમયે નાના કારીગરો, ખેડૂતો, ગરીબો સૌની ચિંતા કરીને તેમને પૂરતી સહાય કરી છે. લોકડાઉન બાદ રાજયની આર્થિક પ્રગતિ પુનઃ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રૂા.૧૪,૦૦૦ કરોડનું ઐતિહાસિક ‘આત્મનિર્ભર સહાય પેકેજ’ જાહેર કર્યું. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે ગુજરાત સરકાર દ્વારા થયેલ વિવિધ પ્રજા કલ્યાણલક્ષી કાર્યોથી ઉપસ્થિત મહાનુભાવોને અવગત કર્યા હતા. મંત્રીશ્રીએ કોરોના મહામારીના સમયે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા. પાટણથી શરૂ થયેલ સોશિયલ ડિસ્ટન્સીંગ માટેના સર્કલ બનાવવાની દેશભરમાં પ્રસિધ્ધ થયેલ પહેલની પણ મંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશને આંબતી વિકાસની ઊંચાઇઓને સર કરવા માટે કટિબધ્ધ બનવા અને ગુજરાતની વિકાસયાત્રાને ચેતનવંતી બનાવવા માટે આહવાન કર્યું હતું.

પાટણ જિલ્લામાં કોરોના મહામારીના સમયે વિશિષ્ટ કામગીરી કરનાર વિવિધ ક્ષેત્રના સેવાભાવી અગ્રણીઓ, વિવિધ સરકારી વિભાગના કાર્મયોગીઓ, તબીબી સેવા સાથે જોડાયેલ કર્મીઓ તેમજ વિવિધ ક્ષેત્રો અને રમત-ગમતમાં પાટણ જિલ્લાને ગૌરવ અપાવનાર રમતવીરોનું સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના મણુંદ ગામના સ્વાતંત્ર્ય સેનાની શ્રી મણિભાઇ ભાણજીભાઇ અમીનનું એમના ઘરે જઇને જિલ્લા વહીવટી તંત્ર વતીથી પ્રાંત અધિકારીશ્રી, પાટણ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સમારોહનું સમાપન રાષ્ટ્રગીત ગાઇને કરવામાં આવ્યું હતું.

74th Independence Day

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રી દિલીપકુમાર ઠાકોરે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે વૃક્ષારોપણ કર્યું હતું. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પાટણના સાંસદશ્રી ભરતસિંહજી ડાભી, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પાટણના ધારાસભ્ય ર્ડા.કિરીટભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, સંગઠનના પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, સંગઠનના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ ક્લેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, પાટણ નગર પાલિકા પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ તથા વહીવટીતંત્રના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે ઉજવવામાં આવેલ આ સ્વતંત્રતા દિવસપર્વમાં ઉપસ્થિત તમામની સલામતી ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથેની બેઠક વ્યવસ્થા, સેનેટાઈઝર તથા માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures