અમદાવાદ: 51 વર્ષની પરિણીતાને કોલ કરીને હેરાન કરતો હતો યુવક, જાણો પછી શું થયું.

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં આંબાવાડી વિસ્તારમાં રહેતી 51 વર્ષની પરિણીતાનો કોન્ટેક્ટ નંબર મેળવીને એક યુવક હેરાન કરતો હતો. પરિણીતાને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

પરિણીતાને વોટ્સએપ પર ફોન, મેસેજ અને વીડિયો કોલ કરીને હેરાન કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.
પ્રતિકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે શહેરનાં આંબાવાડીમાં રહેતી પરિણીતાનાં મોબાઇલમાં 31 મે 2019નાં રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ, કોલ, ફોટા અને વીડિયો કોલ આવતા હતાં. તેનો જવાબ પરિણીતા ન આપે ત્યારે તે મેસેજ કરીને તેની સાથે વાત કરવાનું કહેતો હતો. અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલને કારણે પરિણીતા હેરાન થઇ ગઇ હતી. આખરે તેણે કંટાળીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યાં પછી સાયબરની ટીમે આ અંગે તપાસ હાથ ધરતા ઘણાં તથ્યો બહાર આવ્યાં હતાં. હેરાન કરનારો આ યુવક મૂળ મધ્યપ્રદેશનો છે જે હાલમાં અમદાવાદમાં રહે છે. આ રાજકુમાર નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર લઇને તેને હેરાન કરતો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here