ભારતીય ક્રિકેટર, બાહુબલીની અભિનેત્રી સાથે કરશે લગ્ન!

  • વિરાટ-હાર્દિકના રસ્તે અન્ય એક ભારતીય ક્રિકેટર, બાહુબલીની અભિનેત્રી સાથે કરશે લગ્ન!
  • ભારતીય ક્રિકેટર અને બોલીવૂડ અભિનેત્રી વચ્ચે લગ્ન થવા કોઈ નવી વાત નથી. પહેલા પણ આવા સંબંધો લોકો સામે આવી રહ્યા છે અને હાલ તેમાં વધારો થયો છે. ભારતની વર્તમાન ક્રિકેટ ટીમમાં તો ઘણા એવા ખેલાડીઓ છે જેમણે અભિનેત્રી સાથે સગાઇ કરી છે અથવાતો લગ્ન પણ કર્યા છે.
  • કેપ્ટન વિરાટ કોહલી હોય કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કે મનીષ પાંડે બધાનો સંબંધ અભિનેત્રીઓ સાથે જોડાયેલ છે. આ યાદીમાં ટીમ ઇન્ડિયાના અન્ય એક ક્રિકેટરનું નામ જોડાવવા જઈ રહ્યું છે. આ ક્રિકેટરનું નામ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે જોડાયું છે.
  • અનુષ્કા શેટ્ટીનું નામ કોઈ સેલિબ્રિટી સાથે જોડાયું હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા તેનું નામ બાહુબલીના અભિનેતા અને દક્ષિણના સ્ટાર પ્રભાસ સાથે જોડાયેલ છે. અનુષ્કા શેટ્ટી હવે ભારતીય ક્રિકેટર સાથે સંબંધમાં છે અને તેની સાથે લગ્નની તૈયારીમાં લાગી ગઈ છે. જોકે આ ભારતીય ક્રિકેટરનો ખુલાસો હજુ સુધી થયો નથી. રિપોર્ટ પ્રમાણે આ ભારતીય ક્રિકેટર ઉત્તર ભારત સાથે સંબંધ ધરાવે છે.
  • ક્રિકેટ અને બોલીવૂડના સંબંધોની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે.ભારતીય ક્રિકેટર મનીષ પાંડે તમિલ અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.હાર્દિક પંડ્યા અને બોલિવુડ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિકે 1 જાન્યુઆરી 2020ના રોજ સગાઈ કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here