બનાસકાંઠા : ગાંજા સાથે થરાદના ખેડૂતની ધરપકડ !

  • થરાદ પોલીસે ગાંજાની ખેતી કરતાં માવાભાઈ ખીમાભાઈની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • બનાસકાંઠા જિલ્લામાં ગાંજા ની ખેતી કરતા શખ્સોની સંખ્યા વધી રહી છે. ત્યારે તેની સામે તંત્ર પણ સતર્ક બનીને કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. થરાદ તાલુકાની પોલીસ એ આવી જ એક કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતાં ખેડૂતને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
  • થરાદ તાલુકાના સેદલા ગામેથી ગાંજાના 119.960 કિલો છોડ પકડવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું છે. આટલા મોટા જથ્થામાં ગાંજાના છોડનો જથ્થો પકડાવવો તે ચિંતાનું કારણ બન્યું છે.
  • પોલીસે છોડ સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંજાની ખેતી સેદલા નામના ખેડૂત માવાભાઈ ખીમાભાઈ કરતાં હતાં. પોલીસે ખેડૂત માવાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
  • સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં એક જ સપ્તાહમાં ગાંજાની ખેતીની 4 ફરિયાદ નોંધાઈ છે.
  • પોલીસ પણ ગાંજાની ખેતી કરતાં તત્વો સામે તવાઈ બોલાવતાં દરોડા પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વિસ્તારોમાં ગાંજાની ખેતી કરનારા અનેક વખત શખ્સો પકડાતા હોય છે.
  • ગુજરાતમાં દર વર્ષે નશીલા ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે. ગુજરાતમાં આવો કારોબાર વધી રહ્યો હોવાથી અને ગાંજાની ખેતી ગુજરાતમાં વધી રહી હોવાથી ગુજરાત સરકારે કાયદો કડક કરીને જ્યાંથી માલ પકડાશે તે વિસ્તારમાં અધિકારી સામે પગલાં ભરાવની કાયદામાં સુધારો કરવાનું જાહેર કર્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here