બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ ઈટાલીની સૌથી સુંદર જગ્યા લેક કોમામાં ફરશે સાત ફેરા!

Deepika-Padukone-and-Ranveer-Singh

વિરાટ અને અનુષ્કા પછી જો બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી હોય તો તે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની છે. આ બન્નેના રિલેશનશીપની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર  સૌથી ચર્ચિત કપલે લગ્નનું સ્થળ પણ નક્કી કરી લીધું છે. આ વિશે પહેલા એવા રિપોર્ટ સામે આવ્યાં હતાં કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ઈટલીમાં થશે.

bollywood-actress-deepika-padukone-and-ranveer-singh-may-getting-married

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ ઈટાલીના લેક કોમો, લોમ્બાર્ડીમાં લગ્ન કરે તેવી શક્યતા છે. આ લગ્ન નવેમ્બરમાં યોજાવાના છે. દીપિકા તથા રણવિરે તાજેતરમાં જ આ લોકેશન લગ્ન માટે ફાઈનલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઈટાલીમાં જ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ લગ્ન કર્યાં હતાં.

લેક કોમોઃ

Deepika-Padukone-and-Ranveer-Singh

લેક કોમો ઈટલીનું એક ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ માનવામાં આવે છે. રોમનકાળથી જ આ સ્થળ અમીર લોકોના હોલિ ડે ડેસ્ટિનેશન તરીકે ફેમસ છે. લેક કોમોની ગણતરી દુનિયાના સૌથી સુંદર સરોવરમાં થાય છે.

Deepika-Padukone-and-Ranveer-Singh

ઈટાલીમાં આવેલું લેક કોમો અહીંયાનુ ત્રીજું સૌથી મોટું લેક છે, જે 146 સ્કેવર કિમીમાં ફેલાયેલું છે. આ તળાવ લગભગ 1300 ફૂટ ઉંડું છે. લેક કોમો ઈટાલીનું એક જાણીતું ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. અહીંયા રોમન કાળથી અમીર લોકો વેકેશન મનાવવા આવતા હતાં. આ તળાવને દુનિયાના સૌથી સુંદર તળાવમાંથી એક માનવામાં આવે છે. લેકની આસપાસ સુંદર વીલા આવેલા છે.

Deepika-Padukone-and-Ranveer-Singh

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુરૂવાર(26 જુલાઈ)ના રોજ દીપિકા તથા રણવિરે લગ્નનું સ્થળ ફાઈનલ કર્યું હતું. આ બંને 10 નવેમ્બરે ઈટાલીના લેક કોમામાં ફેરા ફરશે. દીપિકા તથા રણવિર ઈટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતા હતાં અને તેથી જ તેમણે ઈટાલીનાં ત્રીજા સૌથી માટો તળાવ લેક કોમોમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ દીપિકા પાદુકોણને લગ્નનો સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે કહ્યું હતું કે તે એક દિવસ જરુર લગ્ન કરવા ઈચ્છશે અને બાળકોની મા પણ બનવા માંગે છે. તેણે પોતાના માતા-પિતાને પોતાના આદર્શ ગણાવ્યાં હતાં. દીપિકાએ કહ્યું હતું કે જે રીતે જિંદગીના તમામ ઉતાર ચડાવ પછી પણ માતા-પિતાએ સંબંધને જાળવી રાખ્યો છે તેવા જ રિલેશન પોતાની જિંદગીમાં પણ ઈચ્છે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here