DRDO ભારતીય લશ્કરને આપશે 200 હોવાઇત્ઝર તોપ

DRDO

DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (DRDO) ભારતીય લશ્કરને 200 હોવાઇત્ઝર તોપો આપશે. આ તોપ 48 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને વીંધી શકે છે. તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું. ઉપરાંત આગામી 18 માસમાં DRDO ભારતીય લશ્કરને એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને આપશે. પેરામીટરની વાત કરીએ … Read more

યુપીમાં પ્રદર્શન કરવા બદલ ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારી

UP

UP યુપી (UP) ના સંભલ જિલ્લાના કેટલાક ખેડૂતોને દેખાવો કરવા બદલ યોગી આદિત્યનાથની સરકારે 50 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે. આ નોટિસ બીજા ખેડૂતોને પ્રદર્શન માટે ઉશ્કેરવાના આરોપસર અપાઈ છે. મળતી માહિતી મુજબ ભારતીય કિસાન યુનિયનના 6 ખેડૂતો નેતાઓને કલેક્ટર તરફથી નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં નેતાઓને 50 લાખ રુપિયાના પર્સનલ બોન્ડ જમા કરવા માટે … Read more

રક્ષા મંત્રાલયે 28,000 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણો ખરીદવાની આપી મંજૂરી

Defense ministry

Defense ministry રક્ષા મંત્રાલયે (Defense ministry) ગુરૂવારે 28,000 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવાની મંજૂરી આપી છે. અધિકારીઓએ આ વિશે જણાવ્યું કે જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં સરહદ પર લાંબા સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે આ ખરીદને તેવા સમયે મંજૂરી આપવામાં આવી છે.  રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘રક્ષા મંત્રાલય રાજનાથ … Read more

હૉસ્પિટલોને ચાર સપ્તાહમાં ફાયર NOC મેળવવા નિર્દેશ: સુપ્રીમ કોર્ટ

Love jihad

Supreme Court શુક્રવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર NOC નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. કોર્ટે નિર્દેશ કર્યા છે કે જો ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો … Read more

હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

Telangana પ્રાયમરી સ્કૂલના હેડમાસ્ટરે સગીર વયની પાંચ બાલિકાઓ પર સતત રેપ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજ્ય સરકારે કોરોનાકાળ ચાલુ હોવા છતાં ઑગષ્ટ માસથી સ્કૂલો ચાલુ કરાવી દીધી છે. તેલંગાણા (Telangana)ના ભદ્રદરી કોઠાગુડમ જિલ્લાના એક શિક્ષક અને હેડમાસ્ટર એમ બે જણ વારાફરતી સ્કૂલમાં ભણાવવા આવતા હતા. હેડમાસ્ટરની દાનત બગડતા બાલિકાઓને અશ્લીલ વિડિયો દેખાડીને પોતાનો … Read more

BSF એ અટારી બોર્ડર પર બે ઘૂસણખોરોને ઠાર કર્યા

BSF

BSF બીએસએફે (BSF) બુધવારે રાતે અટારી બોર્ડર પર ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર કર્યા. BSFએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગત રાતે અમૃતસરની અટારી સરહદ નજીક ધુમ્મસની આડમાં બે ઘૂસણખોરો વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. બીએસએફએ ચેતવણી આપતા ફાયરિંગ શરૂ થઈ ગયું. કાર્યવાહીમાં બંને ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઠાર થયા.  આ … Read more

ભાજપના સાંસદ સની દેઓલને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

Sunny Deol

Sunny Deol કેન્દ્ર સરકારે ભાજપ સાંસદ અભિનેતા સની દેઓલ (Sunny Deol) ને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે. સની દેઓલ પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. એટલે સનીને સુરક્ષા અપાઇ હતી. પંજાબ, હરિયાણા અને … Read more

સરકારે કોરોનાની રસીની આડઅસર પર આપ્યું મોટું નિવેદન

Oxford Corona vaccine

Corona vaccine કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણ (Corona vaccine) બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં.  દેશમાં બહુ જલદી … Read more

ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો ધૂમ્મસના પગલે કરાઈ રદ

North India

North India સમગ્ર ઉત્તર ભારત (North India) માં રેલવે ટ્રેક પર ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેએ સંખ્યાબંધ ટ્રેનો રદ કરી દીધી છે. આવા સંજોગોમાં ટ્રેન દોડાવવાથી ગંભીર અકસ્માતો થવાની શક્યતા વધી જવાથી ટ્રેનેા રદ કરવાની ફરજ પડી હતી. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ગાઢ ધૂમ્મસના પગલે વિઝિબિલિટી લગભગ શૂન્ય થઇ ગઇ હતી. દિલ્હી-ઉત્તર પ્રદેશ, દિલ્હી-બિહાર … Read more

સામાન્ય બાબતમાં ભાઈએ બહેનને માથામાં મારી ગોળી

Uttar Pradesh

Uttar Pradesh ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠમાં સામાન્ય બાબતમાં ભાઈએ પોતાની બહેનને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ જાતે ફોન કરી તેના વિશે પોલીસને જાણકારી આપી સરેન્ડર કરી દીધું. પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હવે પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી મુજબ, મામલો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures