પાલિકા પ્રમુખનું હરાજીને લઇ એકજ દિવસમાં બે અલગ નિવેદન.

પાટણ : PATAN

પાટણ નગરપાલિકા દવારા દર વર્ષોથી દિવાળીના સમય પૂર્વે ફટાકડાના લાયસન્સ ધારકોને આનંદ સરોવર પાસે હંગામી જગ્યાની ફાળવણી માટે હરાજી કરવામાં આવતી હોય છે.

પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત રોજ સવારે ફટાકડાની હરાજી મૌકુફ રાખવામાં આવી હતી.

પાલિકા પ્રમુખે નગરપાલિકાની આવક કરતા શહેરીજનોના આરોગ્યની ચીંતા વ્યકત કરી હતી. પરંતુ ત્યાર બાદ માત્ર પાંચ કલાકનાજ ગાળામાં તેમનું આ કથન ખોટું સાબીત થયું હતું. અને રાજકીય વગના ઈશારે પાલિકા પ્રમુખને હરાજી કરવાની ફરજ પડી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

ત્યાર બાદ પાલિકા પ્રમુખનું નિવેદન બદલાતાં તેઓએ કોરોના મહામારીમાં ગરીબ ફટાકડા ના વેપારીઓ માલ ની ખરીદી કરી હોવાથી તેઓનો માલ બગડતો હોવાથી તેઓની ભલામણને આધીન હરાજી કરી હોવાનું જણાવ્યું હતું.

આમ પાટણ નગરપાલિકા ખાતે કરવામાં આવેલી હરાજીમાં ૧૮૧૦૦ દુકાનની અપસેટ વેલ્યું કાઢવામાં આવી હતી. પરંતુ હંગામી ફટાકડાના સ્ટોલ મેળવનાર ઉપસ્થિત ૧૧ વેપારીઓએ સર્વ સંમતી સાથે એક ફટાકડાના હંગામી સ્ટોલની કિંમત ૧૯પ૦૦ નકકી કરી કુલ ૧૧ ફટાકડાના સ્ટોલોની કુલ ર લાખ ૧૪ હજાર પાંચસો જમા કરાવતા પાલિકાને આ સ્ટોલની આવક થવા પામી હતી.

આ અંગે બાંધકામ સમિતિના ચેરમેન અને સકિ્રય કોર્પોરેટર ડો.નરેશ દવેએ જો ફટાકડાના સ્ટોલની હંગામી હરાજીમાં નિતિ નિમયો નેવે મુકયા હોય તો દિવાળીની સીઝનમાં નાના વેપારીઓને પણ હેરાન ના કરવા પાલિકા તંત્રને અપીલ કરી કંઈક આ રીતે હરાજીને લઈ પોતાના તટસ્થ પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

પાટણ ની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ મુલાકાત લીધી.

પાટણ – Patan

પાટણ ની કોંગ્રેસ(congress) પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ આજરોજ મુલાકાત લીધી હતી.

પાટણ અને સિધ્ધપુરના ધારાસભ્યો સહીત કોંગ્રેસ આગેવાનોએ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું. કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરા ના નિધનને લઈ પાટણની મુલાકાતે આવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ ના આગેવાનોની મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ કાંકરેજ ખાતે ધારસિંહ ખાનપુરાના નિવાસ સ્થાને પ્રયાણ કર્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મૅગા બ્લડ ડૉનેશન કેમ્પમાં ૭૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

Blood Donation Camp – પાટણ પાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સિદ્ધપુર તાલુકા મથકોએ શિક્ષકો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિતના રક્તદાતાઓએ કર્યું મહાદાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક સંકલન સમિતિ તથા રૉટરી ક્લબ ઑફ પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ પાંચ તાલુકામથક ખાતે મૅગા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં … Read more

પાટણ: જીલ્લા શિક્ષણ ભવનનું નવું બિલ્ડીંગ બન્યું ખંડેર.

પાટણ – PATAN

શિક્ષણની નગરી તરીકે ખ્યાતી પામેલ પાટણ નગરમાં જીલ્લા શિક્ષણ ભવનની અલાઈદી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આજથી ૧પ વર્ષ પૂર્વે જેતે સમયના કલેકટર દવારા શહેરના સિધ્ધપુર હાઈવે ચાર રસ્તા નજીક આવેલ જીલ્લા માહીતી કચેરીની બાજુમાં સરકારી જગ્યા ફાળવવામાં આવી હતી.

આ જીલ્લા શિક્ષાણ ભવનના નિર્માણ કાર્ય માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સહીત પાટણના દાતાઓની લોક ભાગીદારીથી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ૭પ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આ ભવનની કામગીરીમાં લોકો ભાગીદારીનો સહકાર નહીં મળતાં નાણાંના અભાવને કારણે, નિર્માણ કાર્યની કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. જે કામગીરી પુન: શરુ કરવા માટે સરકારી તંત્ર દવારા કે જીલ્લા શિક્ષાણાધીકારીના સત્તાધીશો દવારા કોઈપણ પ્રયાસો હાથ ધરવામાં ના આવતા આજદીન સુધી આ ભવનની બિલ્ડીંગનું નિર્માણ કાર્ય અધુરુ રહેવા પામ્યું છે.

જેના કારણે હાલમાં આ બિલ્ડીંગની હાલત ખંડેર જેવી ભાસી રહી છે. તો તંત્ર દવારા આજદીન સુધી આ બિલ્ડીંગ તરફ લક્ષય ન અપાતા અસામાજીક પ્રવૃત્તીઓ માટે આ બિલ્ડીંગ આર્શિવાદ સમાન બની રહયું છે. તો આ બિલ્ડીંગ મા કોઈ વ્યકતી દવારા પોતાની ઘરવખરી ગોઠવી કબજો જમાવ્યો હોય તેવું જોવા મળી રહયું છે.

આ બાબતે તંત્રને જાગૃત કરવા પાટણ જીલ્લાની સૌ પ્રથમ ઈલેકટ્રોનીક ન્યુઝ ચેનલ પી.ટી.એન. દવારા શિક્ષણની નગરી પાટણ શહેરમાં શિક્ષણ ભવનનુંનિર્માણ કાર્ય પૂર્ણ થાય તેવા હેતુથી જીલ્લા શિક્ષણઅધિકારી એ.પી.ઝાલાની રૂબરૂ મુલાકાત લઈ તેઓને પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા.

ત્યારે તેઓએ પાટણ જીલ્લાના શિક્ષાણ ભવનનું અધુરુ રહેલ કાર્ય પૂર્ણ થાય તે માટે જીલ્લા કલેકટર સહીત આર.એન્ડ.બી.વિભાગ અને શહેરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોની સાથે સાથે દાતાઓ સાથે વિચાર વિમર્શ કરી વહેલી તકે આ ભવનની કામગીરી શરુ કરવામાં આવે તે બાબતેના પ્રયાશો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

આમ શિક્ષાણ નગરી પાટણ શહેરમાં શિક્ષાણ ભવનના અધુરા નિમર્ાણ કાર્યનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને જીલ્લા શિક્ષાણના અલાયદા ભવનની સુવિધા વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ બને તેવા પ્રયત્નો પી.ટી.એન. ન્યુઝના માધ્યમથી સાકાર બને તેવી શુભેચ્છાઓ પાટણના પ્રબુધ્ધ નગરજનોએ પણ વ્યકત કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : ગાંધીબાગમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્વછતા કરવામાં આવી.

આમ આદમી પાર્ટી

સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષાો સકિ્રય બન્યા છે. ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ઝંપલાવવા જઈ રહયું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દવારા વિવિધ સેવાલક્ષાી કાર્યક્રમો થકી લોકો વચ્ચે આવીને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પક્ષનું ચિન્હ ઝાડું હોવાથી તેઓ સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.

પૂજય બાપુજીની ૧પ૧ મી જન્મ જયંતી નિમીતે આમ આદમી પાટર્ીના કાર્યકરો દવારા પાટણ શહેરને સ્વચ્છ કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. તેને અનુલક્ષાીને આજરોજ આમ આદમીના કાર્યકરો દવારા પાલિકાની ઉદાસીનતા અને અણઆવડતને લઈ પૂજય બાપુના નામ સાથે સંકળાયેલા એવા ગાંધીબાગમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય છવાયેલું છે.

જેને લઈને આપ ના કાર્યકરો દવારા ગાંધીબાગની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. અને જયાં સુધી ગાંધીબાગ સ્વચ્છ નહીં થાય ત્યા સુધી તેની સફાઈ કરવામાં આવવાનું નિરવ શુકલાએ જણાવી, બાપુની જન્મ જયંતીએ કરેલા શપથ ને સાર્થક કરવા ગાંધી બાગથી સ્વચ્છતાની આપ પાટર્ી દવારા શરુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

હિંમતનગર: નવરાત્રિને લઇ આવ્યા આ મોટા સમાચાર.

હિંમતનગર – Navratri

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે નવરાત્રી યોજાતી હોય છે. પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડ લાઈન મુજબ નવરાત્રી મૌકુફ રાખવામાં આવી છે.

તો ગુજરાતના સૌથી મોટા અને ૯ દિવસ સુધી ચાલનાર નવરાત્રીના મહોત્સવમાં આ વખતે હિંમતનગરમાં ખેલૈયાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવાનો મોકો નહી મળે.

કોરોનાની મહામારીને લઈને સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે આ વખતે નવરાત્રીનો મહોત્સવ ના યોજાવાની જાહેરાત કરી છે.

આટલું જ નહી હિંમતનગર માં જો કોઈ આયોજક નવરાત્રીના પર્વ નું પાટર્ી પ્લોટમાં આયોજન કરશે અને તે સરકારની ગાઈડ લાઈન મુજબ નહી હોય તો તેમની સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પ્રાંતિજના કમાલપુરમાં એક ઈસમની મળી લાશ.

પ્રાંતીજ

પ્રાંતીજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખ માંથી ૯ ઓકટોબર ને શુક્રવારના છ વાગ્યાના સુમારે 52વર્ષીય ઈસમ ની પાણીમાં તરતી લાશ દેખાતા લોકો બોખ પાસે દોડી આવ્યા હતા.

તો કમાલપુર સરપંચ દ્વારા પ્રાંતીજ પોલીસ અને પ્રાંતીજ ના ફાયર ફાઈટર ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પાણીમાં રહેલ લાશ ને બહાર કાઢવામાં આવી હતી. તો મૃતક ની ઓળખ ના થતાં તેને પ્રાંતીજ પોલીસ દવારા પ્રાંતીજ સીવીલ ખાતે પી.એમ. ખાતે ખસેડી મૃતકના પરીવારની શોધખોળ હાથ ધરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

ઢોર ડબ્બે પુરેલી ગાયોની હાલત કફોડી – જુઓ વિડિઓ.

પાટણ : PATAN

પાટણ શહેરમાં દિનપ્રતિદીન રખડતાં ઢોરોનો ત્રાસ અસહય વધી રહયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર હરકતમાં આવી રાત્રીના સમયે રખડતા ઢોરોને ઢોર ડબબે પુરી મહદઅંશે શહેરમાં ગાયોનો ત્રાસ ઓછો કરાયો હતો.

આ પકડવામાં આવેલી ગૌ માતાઓને પાલિકા તંત્ર દવારા મોતીસાના ઢોર ડબ્બે પુરવામાં આવી છે.

પાલિકા તંત્ર દવારા મોતીસા ઢોર ડબ્બામાં ગૌ માતાને ખાવા માટે લીલા કે સુકા ઘાસની વ્યવસ્થા ના કરાતા આજે ગૌ માતા ભુખે મરી રહી છે.

આ અંગે ઢોર ડબ્બાના કનુભાઈનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેઓએ સાહેબને વાત કરી હોવાનું જણાવી, સાંડેસરા પાટીના પ્રમુખનો પણ સંપર્ક કરી ઘાસની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : ગરીબો માટે સારા સમાચાર નમો રથ દ્વારા માત્ર રૂ.10 માં ભરપેટ જમવાનું અપાશે.

પાટણ : PATAN

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી પ્રભાવીત થઈ પાટણ તાલુકાના પૂર્વ મહામંત્રી દવારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

પાટણ શહેરમાં કોરોના વાયરસની મહામારીમાં આર્થીક રીતે ગરીબ પરીવારોને ભરપેટ જમવાનું મળી રહે. તેવા ઉમદા હેતુથી વિરકૃપા ટ્રસ્ટ દવારા નમો રથની શરુઆત કરવામાં આવી છે.

જેમાં ૧૦ રુપીયા જેટલા નજીવા દરથી ખીચડી, કઢી તેમજ દાળ-ભાત નો પ્રસાદ ભરપેટ મળી રહે તે માટે આ સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તેમજ પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી સહીતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ની હાજરીમાં તેની શરુઆત કરવામાં આવી હતી.

આ બાબતે પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, નમોરથ ચાલુ કરવા બદલ આયોજકોની પ્રશંસા કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

પાટણ : ગાંજા ની હેરાફેરી કરતો એક ઈસમ ઝડપાયો – જાણો કોણ છે પકડાયેલ ઈસમ.

પાટણ : PATAN

રાજય સરકાર દવારા ગુજરાતમાંથી નાર્કોટીક્સની બદીને દુર કરવા અંગે થયેલા ઠરાવને પગલે પાટણ જીલ્લા પોલીસ વડા દવારા જીલ્લામાંથી આવી અસામાજીક બદીઓને દુર કરવા દરેક પોલીસ મથકોને આદેશો આપવામાં આવ્યા હતા.

ત્યારે પાટણ એસ.ઓ.જી. પોલીસ નાર્કોટીક્સના કેશો સોધી કાઢવા પ્રયત્ન શીલ બનતાં, ગતરોજ ખાનગી રાહે મળેલ બાતમીને આધારે મહેસાણા થી પાટણ તરફ આવી રહેલી ઈકો ગાડીમાં બિનઅધિકૃત રીતે ગાંજાની હેરાફેરી કરવામાં આવે છે.

આ બાબતે એસ.ઓ.જી. પી.આઈ. સહીત પોલીસ સ્ટાફે ઉંઝા ૩ રસ્તા નજીક વોચમાં રહી ઈકો ગાડી આવતા તેને ઉભી રાખી હતી

તેની તલાસી લેતાં, ઈકો ગાડીના સ્પીકરમાં સંતાડેલ ૯ કીલો ૮૪૭ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત આશરે ૯૮૪૭૦ નો જથ્થો મળી આવતા ઈકો ગાડીના ચાલક ડાભી ભરતસંગ ઝેણાજી રહે. શિહોરી હેમાણી પાટી વાળાની અટકાયત કરી હતી. તેને બી ડીવીઝન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતો.

જયાં તેની વધુ પુછપરછ હાથ ધરાતા ગાંજાના ધંધા સાથે સંકળાયેલા બીજા બે ઈસમોના નામ સામે આવ્યા હતા. આ અંગે ગાંજાનો જથ્થો અને ઈકો ગાડી સહીત મોબાઈલ મળી કુલ રૂપિયા ર લાખ ૩ હજાર ચારસો સિત્તેરનો મુદદામાલ જપ્ત કરી તેઓની સામે બી.ડીવીઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures