ગીતા રબારીનું સુંદર ગીત સોશ્યિલ મીડિયામાં થયું વાયરલ, જુઓ વીડિયો.

Geeta Rabaris beautiful song went viral on social media

Geeta Rabari Biography : ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે

આ વ્યક્તિએ 63 કિલોની મહિલાને દાઢીથી ઉઠાવી, વીડિયો જોઈને રહી જશો દંગ

This guy lifted a 63 kg woman by the beard

એક વ્યક્તિએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે સાંભળીને જ તમને પીડાનો અહેસાસ થશે. સામાન્ય રીતે, જો વાળ આકસ્મિક રીતે ખેંચાયેલા હોય તો પણ તે દુ:ખ પહોંચાડે છે. જો કોઈ દાઢી સાથે 63 કિલો વજન ઉપાડે (Man lifted 63 kg woman by his beard), તો કલ્પના કરો કે તેનું શું થશે? આ બધી પીડા ત્યારે અર્થપૂર્ણ … Read more

મહિલાએ મગરને ડરાવવા માટે ચપ્પલનો કર્યો ઉપયોગ, વીડિયો થયો વાયરલ

Woman scare crocodiles

વર્ષોથી, લગભગ તમામ ભારતીય ઘરોમાં તેમના બાળકોને સાચા માર્ગ પર લાવવા માટે માતાઓ દ્વારા ચપ્પલનો એક મહાન હથિયાર તરીકે ઉપયોગ થતો જોયો છે, પરંતુ કોણ જાણતું હતું કે ચપ્પલ ઘાતકી મગરમચ્છ પર પણ કામ કરશે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ભૂતપૂર્વ NBA પ્લેયર રેક્સ … Read more

બે વર્ષના છોકરાનો વીડિયો થયો વાયરલ, દીકરાનો જવાબ સાંભળી મમ્મીને પણ થયું આશ્ચર્ય

Viral video of mother and son

નાના બાળકો જમવાની બાબતમાં હંમેશા નખરા કરતાં હોય છે. તેમા પણ જો તમે તેમને બહારના ફૂડનો ટેસ્ટ કરાવી દો તો વાત જ ખતમ. બાળકોના નખરા જોઈને મમ્મી પણ ઘણીવાર થાકી જતી હોય છે અને કેટલીકવાર તો ડરાવી-ધમકાવીને જે બનાવ્યું હોય તે જ જમાડી દેતી હોય છે. બાળકો પણ એટલા હોંશિયાર હોય છે કે જો તમે … Read more

Golden Mask: આ વ્યક્તિ પેહરે છે સોનાનું માસ્ક કિંમત જાણી ચોંકી જશો

Golden Mask: એવા સમયે જ્યારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે, ત્યારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક વેપારીએ પોતાને રૂ. 2.89 લાખની કિંમતનો કસ્ટમાઇઝ્ડ ગોલ્ડ માસ્ક મેળવ્યો છે. માસ્ક બનાવવામાં લગભગ 55 ગ્રામ પીળી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પૂણેના પિંપરી-ચિંચવડ શહેરના રહેવાસી વેપારી શંકર કુર્હાડેએ ગોલ્ડ માસ્ક પહેરતી વખતે જણાવ્યું હતું. … Read more

દુનિયાના 10 એવા જૂઠ જેને દુનિયા આજે પણ સાચા માને છે – Adventure facts.

Adventure facts

દુનિયાના 10 એવા જૂઠ જેને દુનિયા આજે પણ સાચા માને છે – Adventure facts. (The world’s 10 lies that the world still believes to be true) સમગ્ર વિશ્વમાં લોકો મનોરંજન, સાહસ અને દરરોજ આશ્ચર્યજનક સંખ્યામાં પ્રવાસ માટે બહાર નીકળે છે. હાઇકિંગથી લઈને બાઇકિંગથી માઉન્ટ એવરેસ્ટ પર ચડતા સુધી, આઉટડોર મનોરંજન માટે અનંત વિકલ્પો છે, અને … Read more

Diwali Rangoli 2021 : આ તહેવાર દરમિયાન ભારતીયો રંગોળી બનાવે છે તેનું કારણ શું છે

Diwali Rangoli 2021 : દિવાળીને પ્રકાશના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ તહેવારમાં રંગો પણ મોટી ભૂમિકા ભજવે છે. ઘરોમાં સજાવટ કરવામાં આવે છે. લોકો તેમના પરિવાર અને મિત્રો માટે નવા કપડાં અને ભેટો ખરીદે છે. દરેક ઘરના પ્રવેશદ્વારને આકર્ષિત કરતી પરંપરાગત રંગોળી પેટર્નમાં રંગો સૌથી વધુ ધ્યાનપાત્ર છે. Diwali Rangoli 2021 : … Read more

મહેસાણા : પોલીસે કોમ્બીંગ દરમ્યાન તોડફોડ કરી હોવાના કરાયા આક્ષેપ.

મહેસાણા(mahesana) જિલ્લાનું કટોસણ ધનપુરા ગામમાં ગુનેગારો નું સામ્રાજ્ય ફેલાયેલુ છે.કટોસણ ધનપુરા ગામ વિસ્તાર માં હત્યા,દારૂ,જુગાર અને આેઇલ ચોરી જેવા ગુનાઆે માટે ખૂબ જ બદનામ થયેલુ છે અને તેના કારણે તાજેતર માં પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પરંતુ પોલીસ કાર્યવાહી માં ઘણા ગુનેગારો ઝડપાઇ ગયા છે તો હજુ ઘણા આરોપીઆે ફરાર છે..આ સ્થિતિ વચ્ચે ગતરોજ મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ(crime branch) સહિત ની પોલીસે કટોસણ માં આરોપીઆેને ઝડપી પાડવા કોમ્બિંગ(combing) કયુઁ હતું.

જેલ હવાલે જોરાવરસિંહ સોલંકી અને ફરાર નરપતસિંહ ઝાલા અને ભાથીભા સોલંકીના ઘરે પોલીસ ગઈ હતી. ત્યારબાદ પરીજનો હવે આક્ષેપ કરવા લાગ્યા છે ત્રણે આરોપી ના મકાનમાં સરસામાનની તોડફોડ કરી પોલીસે નુકશાન પહોચાડ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.

બીજી તરફ પોલીસ ના જણાવ્યા મુજબ અમે કોમ્બિંગ કયુઁ છે તોડફોડ કરી નથી. આમ આરોપીઆેના પરીજનો ના પોલીસ ઉપર આક્ષેપથી મામલો ગરમાયો છે.

બનાસકાંઠા – થરા : પંડિત દિનદયાલ ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહનું કરાયું લોકાર્પણ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થરા નગરપાલીકા દ્વારા રુપિયા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પૂર્વ આરોગ્યમંત્રી અને બનાસ ડેરી(Banas dairy)ના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

સાંસ્કૃતિક હોલ ખુલ્લો મુકાયા બાદ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા એ સારો વિચાર મૂકી લોક ઉપયોગી વિચાર મૂક્યો જેના કારણે થરા નગરજનોને લગ્ન પ્રસંગ તેમજ સામાજિક પ્રસંગે આ હોલ કામે લાગશે.

આ પ્રસંગે ધારાસભ્ય એ પણ સાંસ્કૃતિક હોલ થી લોકોને ફાયદો થશે તેમ જણાવેલ આ કાર્યક્રમમાં શંકર ચૌધરી(sankar chaudhary) પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય અણદાભાઇ પટેલ ચેરમેન એપીએમસી નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ગ્રામજનો ઉપિસ્થત રહયા હતા

મહેસાણા : સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું કરાયું ઈ-લોકાર્પણ.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ૧૦ સાયબર ક્રાઇમ(cyber crime) પોલીસ સ્ટેશન વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા(Mahesana) પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પ્રાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ(digital) દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યાં છે. મહેસાણા જિલ્લા(district)માં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૧ પી.આઇ, ર પી.એસ.આઇ સહિત ર૦ પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યાં છે.

જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેરું હતું કે છેલ્લા છ મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના પ લાખ ૮૮ હજારની રકમ સહિત ૪૯ મોબાઇલ(mobile) પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેરું હતું કે મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ એવરનેસ ટેલીગ્રામ(telegram) ચેનલ શરૂ કરાઇ છે.

આ ચેનલમાં ૧પ૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામાં રપ સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી ૮ જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર(computer), લેપટોપ(laptop), ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ઘ છે.

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures