ધો.10 & 12ની ઉત્તરવહિના મૂલ્યાંકનનું કામ સ્થગિત રાખવા સભ્યની માંગ.

  • ગાંધીનગર: ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ઉત્તરવહિના મૂલ્યાંકનની કામગીરી કરી રહેલા શિક્ષકો કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બને નહી તે માટે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીને હાલ પુરતી સ્થગિત કરવા કે રાખવા શિક્ષકોને માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની માંગણી સાથે શિક્ષણ બોર્ડના સભ્યએ શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત કરી છે.
  • કોરોના વાઈરસને રોકવા મધ્યસ્થ મૂલ્યાંકન કરતા શિક્ષકોને માસ્ક અપાયા.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાર્થીઓની ઉત્તરવહિના મૂલ્યાંકનની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યના 389 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ચાલી રહી છે.
  • હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ભીડ થાય તેવા કાર્યક્રમોને રોકવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
  • ત્યારે તેઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બને નહી તે માટે કામગીરીને હાલ પુરતી સ્થગીત રાખવી કે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી કરી રહેલા કર્મચારીઓને માસ્ક આપવા તેમજ હાથની સફાઇ માટે સેનેટાઇઝર કે સાબુની વ્યવસ્થાની માંગણી સાથે શિક્ષણ બોર્ડના ચેરમેન અને શિક્ષણ બોર્ડના સભ્ય રજુઆત કરી છે. જ્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પંકજભાઇ પટેલે માંગણી કરી છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કરી રહેલા શિક્ષકોની વચ્ચે એક મીટરનું અંતર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે.
  • કોરોના વાઈરસનું સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે ઘણા આકરા નિર્ણય લીધા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here