‘ધન છે ગુજરાત’ કિંજલ દવેનું નવું ગીત થયું લોન્ચ, જુઓ વીડિયો.

ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવેનું નવું ગીત ‘ધન છે ગુજરાત’ આજે લોન્ચ કરવામાં આવ્યું છે. કિંજલના આ નવા ગીત એ એક કલાકની અંદરમાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. યુટ્યુબ પર પણ ગીતને સારા વ્યુવ મળ્યા છે અને 5,800 થી વધુ લોકોએ ગીતને પસંદ કર્યું છે.

‘ધન છે ગુજરાત’ ગીતને સ્વર કિંજલ એ આપ્યો છે તથા તેનું લખાણ ગુજરાતી ગીતોના મશહૂર લેખક મનુભાઈ રબારી તેમજ આનંદ મેહરા એ કર્યું છે તેમજ સંગીત મયુર નાડિયા એ આપ્યું છે અને પ્રોડ્યુસ આનંદ મેહરા એ કર્યું છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું આ પહેલા વેલેન્ટાઈન્સ ડે પર ‘ઋત બાવરી’ સોંગ આવ્યું હતું જેમાં તેણે તેના રિયલ લાઈફ મંગેતર પવન જોશી સાથે અભિનય કર્યો હતો. ‘ચાર ચાર બંગળી’ ગીતથી સમગ્ર દુનિયામાં પ્રચલિત થયેલ કિંજલ દવેનું આ પહેલા ‘લેરી લાલા’ ગીત પણ ખુબજ પોપ્યુલર થયું હતું જે ‘ધન છે ગુજરાત’ ની જેમ જ ગુજરાત અને ગુજરાતી અસ્મિતા અને ગર્વ પર બનાવેલું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here