2 યુવક કરી રહ્યા હતા બળાત્કારની કોશિશ પાળતું કુતરા એ હુમલો કરીને 14 વર્ષની કિશોરીને બચાવી. PTN News

dog save girls life PTN News

સાગર જિલ્લા ના મોતીનગર પોલીસ થાનાંતર્ગત કરીલા ગામમાં 14 વર્ષની દલિત કોશોરી ની સાથે કથિત રૂપથી બળાત્કાર કરનારા આરોપીઓને પીડિતના પાલતુ કુતરા એ હુમલો કરીને ભગાડી દીધા હતા. કૂતરાએ બળાત્કાર કરી રહેલા વ્યક્તિ નો પગ કાપી નાખ્યો, જેનાથી બંને આરોપીઓએ ડરીને પીડિતાને છોડી દીધી હતી. જો કે કૂતરો પણ આ ઘટનાથી ઘાયલ થઇ ગયો હતો, કેમ કે ભાગતા પહેલા આરોપીઓએ કુતરા પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ”14 વર્ષની કિશોરીની સાથે શુક્રવારની રાતે બળાત્કાર કરવાના મામલામાં એશુ અહિરવાર ને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. આ મામલામાં એશુ ની મદદ કરવા માટે તેના સહિયોગી પુનિત અહિરવાર ને પણ ગિરફ્તાર કરવામાં આવેલો છે.” તેઓએ કહ્યું કે એશુ અને પુનિત, નાબાલિગ ને તે સમયે ચાકુ બતાવીને પાસેના સુનસાન ઇલાકા માં સ્થિત ઝૂંપડીમાં લઇ ગયા, જ્યારે તે પોતાના ઘરની બહાર નીકળી હતી.

રિપોર્ટ માં જાણ થઇ કે આ ઝૂંપડીમાં એશુ અહિરવાર નાબાલિગની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવા લાગ્યો. પીડિતા મદદ માટે ચીસો પાડવા લાગી હતી. તેમણે જણાવ્યું કે આ વચ્ચે, પીડિતાનો અવાજ સાંભળીને તેનો પાલતુ કૂતરો ઘટનાસ્થળ પર પહોંચી ગયો. કૂતરાએ પોતાની માલકીનની સાથે જોરજબરદસ્તી કરી રહેલા આ આરોપીઓ માંથી એશુ નો પગ કાપી નાખ્યો હતો.

કુતરાના આવા હુમલાથી ડરીને આરોપીઓએ આ છોકરીને છોડી દીધી હતી. પણ તેઓએ આ કુતરા પર ધારદાર હથિયારથી વાર કરીને તેને ઘાયલ કરી નાખ્યો હતો. છતાં પણ કૂતરાએ પોતાના માલકીનની વફાદારી યથાવત રાખી અને જોર જોર થી ભસવા લાગ્યો હતો. કૂતરાના જોર જોરથી ભસવા પર પીડિતાના પરિવારના લોકો તથા આસપાસના લોકો ઝૂંપડી પર આવી પહોંચ્યા, જેને જોઈને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

શનિવારના રોજ પીડિતા અને તેના પરિવારના લોકોની ફરિયાદ પર બંને આરોપીઓના વિરુદ્ધ ધારા 376, 376 डीए, 376 (2 आई), 366 અને પોક્સો એક્ટ ના ચાલતા મોતીનગર પોલીસ થાણાનો મામલો દર્જ કરાવ્યો છે અને બંને આરોપીઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here