અમદાવાદમા ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની આશંકા , અમદાવાદમા 12 હજાર સફાઈકર્મીઓ હડતાલ પર,

અમદાવાદમાં ફરી એક વખત સફાઈ કામદારોએ હડતાલ કરી છે. સફાઈ કર્મીઓએ વારસદારોને નોકરી આપવાથી લઈ કાયમી કરવા જેવી વિવિધ પડતર માંગણી ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. આ હડતાલમાં લગભગ 12 હજાર સફાઈ કામદારો જોડાયા છે. તેઓ સરસપુર ખાતે એકત્ર થયા છે. આ હડતાલને કારણે શહેરમાં ગંદકીના ઠગ ખડકાયા છે. જેને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે.

સફાઈ કામદારોએ પોતાની માંગણીઓને લઈ બેથી ત્રણ વાર સત્તાધીશોને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ પરિણામ ન આવતા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here