મીની ભાખરવડી બાળકો માટે ખાસ ઘરે જ બનાવો. PTN News

bhakharvadi-Recipe-ptn news1

બાળકોને ગમેત્યારે ભૂખ લાગી જતી હોય છે. આ માટે ઘરમાં ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર હોવી જોઇએ. વારંવાર બજારમાંથી તૈયાર નાસ્તા લાવવા ખીસાને પોસાય નહીં અને તેમના હેલ્થનું પણ ટેન્શન રહે. બાળકો માટે ઘરે જ બનાવો મીની ભાખરવડી. રેસિપિ છે સાવ સરળ, તમે પણ કરો ઘરે જ ટ્રાય.

સામગ્રી:-

એક કપ મેંદો
બે ટેબલસ્પૂન બેસન
બે ચમચી આમલીની ચટણી
એક ટેબલસ્પૂન નારિયેળની છીણ
એક ટેબલસ્પૂન ખસખસ
એક ટેબલસ્પૂન તલ
બે ટીસ્પૂન ખાંડ
એક ટીસ્પૂન ધાણાજીરું
એક ટીસ્પૂન વરિયાળીનો પાવડર
અડધી ટીસ્પૂન લાલ મરચું
અડધી ચમચી જીરું
પા ચમચી હળદર
પા ચમચી સૂંઠ
પા ચમચી ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું
ચપટી અજમો
તળવા માટે તેલ

રીત:-

સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ અંદર બે ટેબલસ્પૂન તેલ લો. ત્યારબાદ અંદર ચપટી અજમો, મીઠું અને બેસન નાખો. આ બધી જ વસ્તુઓને મિક્સ કરી થોડું-થોડું પાણી એડ કરતા જાઓ અને થોડો કડક લોટ બાંધો. લોટને ઢાંકીને 15-20 મિનિટ સુધી સેટ થવા મૂકી દો.

આ દરમિયાન ભાખરવડીના મસાલા બનાવી લો. મિક્સરના ઝારમાં તલ, નારિયેણની છીણ, ખાંડ, ધાણાજીરું, વરિયાળીનો પાવડર, જીરું, લાલ મરચું, મીઠું, હળદર, સૂંઠ અને ગરમ મસાલો લઈ બરાબર ક્રશ કરી લો.

લોટ સેટ થઈ જાય એટલે હાથમાં થોડું તેલ લગાવી લોટને મસળીને લોટના ગોળા બનાવી લો. ત્યારબાદ તેને પાતળી રોટલીની જેમ ચોરસ વણી લો. ત્યારબાદ તેને વચ્ચેથી કાપી બે ભાગ કરો. ઉપર થોડી-થોડી ચટણી લગાવી મસાલો લગાવવો. લીનારી પર ચટણી કે મસાલો ન લગાવવો. ખાલી જગ્યામાં થોડું-થોડું પાણી લગાવી લો. ત્યારબાદ તેનો રોલ બનાવી લો અને કિનારીને પેક કરી રોલ કરીને થોડો પાતળો કરો. બાકીના લોટમાંથી આવા રોલ બનાવી અડધા-અડધા સેમીના ટુકડા કરી બધા જ પીસને હાથથી થોડા દબાવી પ્લેટમાં મૂકી દો.

હવે અડધો કલાક તેને હવામાં થોડીવાર ખુલ્લી રહેવા દો. ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ભાખરવડી તળવા માટે તેલ મિડિયમ ગરમ જોઇએ. ભાખરવડી મિડિયમ અને લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન તળી લો. તૈયાર છે મિનિ ભાખરવડી.

ભાખરવડી ઠંડી થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. બે-ત્રણ મહિના સુધી નહીં બગડે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here