Recipe : જાણો ફરાળી કાંદા-આલૂ પકોડા વાનગીની રીત.

સામગ્રી:-

  • ૧ કપ અર્ધ ઉકાળીને ખમણેલું કંદ
  • ૧ કપ કાચા બટાટા , છોલીને ખમણેલા
  • ૧ ટેબલસ્પૂન આરારૂટનો લોટ
  • ૨ ટીસ્પૂન શેકેલી મગફળીનો પાવડર
  • ૨ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
  • સિંધવ મીઠું , સ્વાદાનુસાર
  • તેલ , તળવા માટે

વિધિ:-

  • એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લો.
  • હવે એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચા જેટલું મિશ્રણ નાંખતા જઇ પકોડાને મધ્યમ તાપ પર દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢી સૂકા થવા મૂકો.
  • લીલી ચટણી સાથે તરત જ પીરસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here