2020: શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ ફાળવવાની જાહેરાત, નવી શિક્ષણ નીતિ રજૂ થશે..

Etudiants au travail sur des ordinateur lors d'un cours en amphitheatre, prise de notes
  •  નાણામંત્રી નિરામલા સીતારામને શનિવારે મોદી સરકારના બીજા કાર્યકાળના બીજા બજેટમાં શિક્ષણ ક્ષેત્રને લઈને અનેક મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે, દેશમાં ખૂબ જ જલ્દી નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે અને તેની પ્રારંભિક પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવી શિક્ષણ નીતિ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે સારા શિક્ષકો અને અન્ય સુવિધાઓ માટે મોટા પાયે મૂડી ઉભી કરવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાને શિક્ષણ ક્ષેત્રે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લાવવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને કહ્યું કે માર્ચ 2021 સુધીમાં દેશભરની 150 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
  • શિક્ષણ ક્ષેત્ર માટે 99, 300 કરોડની જાહેરાત બજેટ સ્પીચ 2020 માં નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ માટે 3 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્ર માટેની મહત્ત્વની જાહેરાતો :

1 સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ઇન્ડ-એસએટી એશિયા અને આફ્રિકામાં કાર્ય કરશે.

2 નાણામંત્રી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની દરખાસ્ત પણ કરી. તેમજ ડોકટરોની અછતને પહોંચી વળવા માટે દરેક જિલ્લા હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.

3 ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ડીગ્રી કક્ષાની ઓનલાઇન યોજના શરૂ કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ માટે દેશની ટોચની 100 સંસ્થાઓમાં જ આ સુવિધા આપવામાં આવશે.

4 નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે પછાત વર્ગના યુવાનોની ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ વધારવા માટે પણ કામગીરી કરવામાં આવશે.

5 બજેટમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે જિલ્લા કક્ષાએ મેડિકલ કોલેજ શરૂ કરવા કેન્દ્ર સરકાર PPP મોડેલ અપનાવશે

6 યુવાન ઇજનેરોને સ્થાનિક સંસ્થાઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશીપ સુવિધા આપવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે શિક્ષકો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફની વિશાળ અછત છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here