LIC માં સરકાર પોતાનો આટલા ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં…

પોસ્ટ કેવી લાગી?

LIC

વિત્ત મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ પણ તૈયાર કરી દીધો છે. જે હેઠળ LIC એક્ટમાં જરૂરી બદલાવ કરવામાં આવશે. તો સુત્રોએ જણાવ્યું કે, LIC માં સરકારનો 25 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. સરકાર IPO મારફતે આ હિસ્સો વેચી શકે છે. સરકાર શરૂઆતમાં બોનસ જાહેર પણ કરી શકે છે.

સુત્ર મુજબ, સરકાર 25 ટકા હિસ્સો એક કે વધારે હપ્તામાં વેચી શકે છે. તથા પેઈડ અપ કેપિટલ ખુબ જ નાનું હોવાને કારણે ઈક્વિટીને રિસ્ટ્રક્ચર કરવાની જરૂર છે. ઈક્વિટીને રિસ્ટ્રક્ચર માટે બોનસ મારફતે રોકાણ લાવવાનો પ્રસ્તાવ છે.

સુત્રો પ્રમાણે આ ઓફરમાં રિટેલ ઈન્વેસ્ટપર્સ અને કર્મચારીઓ માટે 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ સંભવ છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ અને કર્મચારીઓ માટે 5 ટકા સુધી શેર રિઝર્વ રાખી શકે છે.

તેમજ સુત્રો અનુસાર, આ વેચાણ માટે LIC Act 1956માં 6 મોટા બદલાવ કરશે. LIC Act 1956માં શેરહોલ્ડર્સ વચ્ચે નફો વેચવા, ઓથોરાઈઝ્ડ કેપિટલ અને ઈશ્યુડ કેપિટલ પ્રાવધાનને સામેલ કરવા. તથા મેનેજમેન્ટ બોર્ડમાં બદલાવ માટે જરૂરી પ્રાવધાન જોડવામાં આવશે.

ઉપરાંત તેના પર કેબિનેટ ડ્રાફ્ટ નોટ પણ જાહેર થઈ ગયું છે,જેને જલ્દી મંજૂરી પણ મળી જશે. સંસદમાં આગામી સત્રમાં મની બિલ રીતે એક્ટમાં બદલાવ રજૂ થઈ શકે છે.

LICનું માર્કેટ કેપ 9.9 લાખ કરોડ રૂપિયાથી 11.5 લાખ કરોડ રૂપિયા છે. ઈન્સ્યોરન્સના કુલ એસેટ 37 લાખ કરોડ રૂપિયા છે. 37 લાખ કરોડમાં LICનો હિસ્સો 33 લાખ કરોડ રૂપિયા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures