પાટણ માં હાર્દિકના સમર્થનમાં ફરી ગુંજ્યો થાળી વેલણ નો અવાજ. PTN News

Hardik patel latest-patan-news ptn news

પાટણ માં ફરી રણક્યો થાળી વેલણ નો અવાજ

પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં પાટણ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રાત્રે 9:00 કલાકના અરસામાં પાટીદાર.

પાટણમાં 2000 થી પણ વધારે પાટીદાર મહિલાઓ હાર્દિક પટેલ ના સમર્થન માં થાળી વેલણ લઇ ને રસ્તા ઉપર ઉતરી આવી હતી.

પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં પાટણ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રાત્રે 9:00 કલાકના અરસામાં પાટીદાર મહિલાઓએ થાળી વેલણ લઈને જય સરદાર જય પાટીદારના નારા સાથે નીકળી હતી. મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ થાળી વેલણ પકડાવી બગવાડા ચોક ગજવી દીધો હતો અને રામધૂન કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. પોલીસ કાફલાની નજર સામે મહિલાઓએ ‘હાયરે ભાજપ હાય હાય’ ‘હાયરે મોદી હાય હાય’ ‘હાયરે અમીત શાહ હાય હાય’ના સૂત્રો પોકારી જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. પાટીદાર મહિલાઓએ ભાજપ સરકારના છાજિયાં લીધા હતા. આ કાર્યક્રમને પગલે બગવાડા ચોક પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here