હેલ્થ : રાત્રે લાઇટ ચાલુ રાખીને સુવાની આદત ને કારણે આ ગંભીર બીમારીઓ થઇ શકે છે.

 • અત્યાર ના જમાના માં ઘણા લોકોને રાત્રે લાઇટ ચાલુ રાખીને જ સૂવાની આદત હોય છે. જો તમારી આદત પણ હોય તો, બહુ જલદી બદલી દો.
 • કારણકે રાત્રે લઈટ ચાલુ રાખી સૂવાથી હેલ્થને ઘણુ નુકસાન થઈ શકે છે.
 • ઘણા લાંબા સમય સુધી આ આદત ચાલુ રહે તો, તેની શરીર પર કેટલીક ઘાતક અસરો પણ થઈ શકે છે.
 • સામાન્ય રીતે  આપણે જોઈએ તો આપણા શરીરને રાત્રે લાઇટની જરૂર હોતી જ  નથી. શરીર તેનાં રાતનાં કામ અંધારામાં વધારે સારી રીતે કરે છે.
 • લાઇટ ચાલું હોય તો, હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે.
 • ઉપરાંત જે લોકો રાત્રે કમ્પ્યૂટર અથવા  ઓછા પ્રકાશમાં ભણે છે, તેમને સ્ટ્રેસ વધતો જ જાય છે. માથાનો દુખાવો, આંખમાં બળતરા જેવી સમસ્યા ઓ પણ થઇ શકે છે.
 •  રાત્રે સૂતી વખતે ઓરડામાં પ્રકાશના કારણે આંખો ભારે થઈ જાય છે અને વારંવાર ઊંઘ બગડે છે.
 • રોજ રાત્રે લાઇટ ચાલું રાખી સૂવાથી તેની સીધી અસર આપણી ઊંઘ પર પડે છે.
 • શરીર જકડાઇ જાય છે અને સતત થાકનો અને આંખો બાલવી વગેરે જેવા  અનુભવ થાય છે.
 • સ્ટ્રેસ લેવલ વધવાના કારણે હ્રદય અને બ્લડપ્રેશર સંબંધીત રોગો થવાની શક્યતા પણ  ઘણી બધી વધી જાય છે.
 • રાત્રે લાઇટ ચાલુ રાખી સૂવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા 20% જેટલી વધી જાય છે.
 • શરીરને પ્રાકૃતિક રૂપે રાત્રે રોશનીની જરૂર નથી હોતી જ નથી . સતત આ આદતથી શરીરને ઘણું બધું  નુકસાન પહોંચે છે.
 • રાત્રે રોશનીથી શરીરની અંદરની કેન્સરની કોશિકાઓ એક્ટિવ થાય છે. અંધારામાં સૂતી સ્ત્રીઓમાં આ રિક્સ ઘણું ઘટી જાય છે.
 • રોશની શરીર માટે દવાનું કામ કરે છે, પરંતુ જરૂર કરતાં વધારે દવાઓનું સેવન પણ ઘાતક નીવડી શકે છે. માટે રાત્રે સૂતી વખતે રાત્રે લાઈટ  બંધ રાખી ને સૂવું જરૂરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here