વાત એક ગાંડાની – તમારી આંખ ભીની ન કરવી હોય તો આ કહાની વાંચશો નહીં.

પોસ્ટ કેવી લાગી?

વાત એક ગાંડાનીતમારી આંખ ભીની ન કરવી હોય તો આ કહાની વાંચશો નહીં.

  • હું એક ડોક્ટર છું અને એક મંદિરની બહાર સેવા આપું છું. હંમેશાની જેમ જ આજે પણ ભિખારીઓને તપાસતો હતો…
  • તપાસ કરાવી લેવા માટે, દવાઓ માટે હંમેશની જેમ જ ભિખારીઓની ગરદા ગરદી….
  • સહજપણે ધ્યાન ગયું એક ખૂણામાં, ત્યાં એક પત્થર પર એક બાપા બેસેલા દેખાણા..
  • ટટ્ટાર બેસવાનું, અણીદાર નાક અને સરળ, માંજરી આંખો, ડીલ પર સાદા પણ સ્વચ્છ કપડાં…
  • ઘણા સમય સુધી હું ત્રાંસી નજરે જોતો હતો, આ “ભિખારી” તો નક્કી જ લાગતા નહોતા… !
  • સહજ જોવામાં આવ્યું, જમણા ગોઠણથી પગ નહોતો એમને, બાજુમાં જ કાખઘોડી ટેકે મુકેલી હતી…
  • થોડીવાર પછી સહજ ધ્યાન ગયું, કોઈક કાંઈક દેતું હતું અને એ લેતા હતા…
  • અરે ! તો તો મારૂં અનુમાન ખોટું ઠર્યું…
  • ઉસ્તુકતા વધી એટલે એમની પાસે જવા લાગ્યો તો કોઈકે કીધું, ડોક્ટર ના જશો, ગાંડો છે એ !
  • ઉત્સુકતા સ્વસ્થ બેસવા દે એમ નહોતી એટલે ગયો જ,મને લાગ્યું મને જોઈને એ હાથ ફેલાવશે…
  • પણ એમનો હાથ આગળ આવ્યો જ નહીં, ત્યાં પણ મારું અનુમાન ખોટું પડ્યું…
  • મેં જ કીધું, બાપા કાંઈ તકલીફ?કાખઘોડી લઈ ,હળવેકથી ઉઠીને એ બોલ્યા,
    Good afternoon doctor…… I think I may have some eye problem in my right eye ….
  • હું હાકોબાકો રહી ગયો એમનું આવું અસ્ખલિત ઈંગ્લીશ સાંભળી…
  • મેં આઘાત માંથી બહાર આવીને, આંખ તપાસી, પાકી ગયેલો મોતિયો હતો, મેં કીધું, મોતિયો છે બાપા, ઓપરેશન કરવું પડશે…
  • તરત જ એ બોલ્યા,
    oh, cataract ? I had cataract operation in 1999 for my left eye in Ruby Hospital but….
  • આ પ્રકાર કાંઈક જુદો છે એ વાત નક્કી….
  • મેં કહ્યું, બાપા, તમે અહીંયા શું કરો છો ?
  • “હું રોજ જ અહીંયા 2 કલાક આવું છું..”
  • હા પણ કેમ? મને તો તમે સારા ભણેલા ગણેલા લાગો છો?
  • ભણેલો? આ શબ્દ પર ભાર દઈને એ હસીને બોલ્યા,ભણેલા???
  • મેં કહ્યું, બાપા, મારી મશ્કરી કરો છો કે શું?
  • “Oh no doc… Why would I ?… Sorry if I hurt you ! ”
  • હર્ટ નહીં પણ મને કશું સમજાતું નથી, આ શું ચાલી રહ્યું છે ?…
  • “સમજી લઈને શું કરશો ડોકટર ?”
  • “ઓકે, ચાલો આપણે ત્યાં બેસીએ, નહીંતર લોકો તમને પણ “ગાંડો”કહેશે…. ” આમ કહીને એ હસવા લાગ્યા..
  • અમે બન્ને થોડે દુર એક પતરા નીચે બેસ્યા…

Well Doctor, I am Mechanical Engineer…. બાપા એ ઈંગ્લીશ માં જ શરૂઆત કરી…. હું xxxxx આ કંપનીમાં સિનિયર મશીન ઓપરેટર હતો, એક નવા ઓપરેટર ને શીખવતા સમયે પગ મશીનમાં આવી ગયો, અને હાથ માં કાખઘોડી આવી ગઈ. કંપનીએ બધો ખર્ચો કરી કારવીને ઉપર થોડાઘણા પૈસા આપીન ઘરે બેસાડી દીધો… લંગડા બળદ ને કોણ રાખે ?

  • પછી મારુ પોતાનું જ નાનું વર્કશોપ ખોલ્યું, મસ્ત ઘર લીધુ, છોકરો પણ મિકેનિકલ એન્જીનીયર છે, વર્કશોપ નું કામકાજ વધારી એક નાની કંપની બનાવી….. ”
  • હું અચંબિત, બાપા તો તમે અહીંયા ક્યાંથી….?
  • “હું…? નસીબના ભોગ…”
  • છોકરાએ ધંધો વધારવા ઘર અને કંપની બન્ને વેચી નાખ્યા… થયું.. છોકરાનું ચડતું લોહી છે.. ઉત્સાહ છે.. એની વૃદ્ધિ થાય છે… ભલે વેચી નાખે !
  • બધું વેચીને એ જાપાન ગયો… અને અમે અહીંયા વધ્યા “જાપાની ઢીંગલાઓ” થઈને.. એ હસવા લાગ્યા… “હાસ્ય” પણ આટલું કરુણ હોઈ શકે… એ મેં અનુભવ્યું….!
  • બાપા પણ તમારી પાસે સ્કિલ છે. પાટું મારીને પાણી કાઢી શકો એમ છો તમે…
  • ભાંગેલા જમણા પગ તરફ જોઈને બાપા બોલ્યા, પાટુ? ક્યાં અને કેવી રીતે મારુ કહો..? હું ઓશિયાળો થયો, મને જ ખૂબ ખરાબ લાગ્યું..
  • આઈ મીન બાપા, કોઈપણ તમને નોકરી આપશે હજુ પણ, કારણકે આ ક્ષેત્ર માં તમારો અનુભવ ખૂબ જ છે..
  • Yes doctor, હું એક વર્કશોપ માં જ છું, કામ કરૂં છું…7000 મળે છે મને..
  • મારા મગજની અવઢવ હજુ છૂટતી નહોતી…
  • અરે બાપા તોય તે તમે અહીંયા શું કામ ?
  • ડોક્ટર, છોકરો ગયા પછી એક ચાલી માં પતરા વાળો શેડ લીધો છે ભાડા પર, ત્યાં હું ને મારી પત્ની રહીએ છીએ, એને Paralysis છે અને એ પોતાની જગ્યા પરથી ઉઠી શકતી નથી.
  • હું 10 થી5 ડ્યુટી કરું છું,5 થી 7 અહીંયા બેસું છું અને ઘેર જઈને “ત્રણેય” ની રસોઈ બનાવું છું… ”
  • બાપા હમણાં જ તમે કીધું, કે ઘેર તમે ને તમારા પત્ની હોય છે, તો ત્રણ જણાની રસોઈ?
  • ડોકટર, બાળપણમાં મારી માં ગુજરી ગઈ, મારા જીવથી વ્હાલા મિત્ર ની માં એજ એની સાથે સાથે મને પણ ઉછેર્યો, 2 વરસ પહેલાં એ મિત્ર ગુજરી ગયો,હાર્ટ એટેક થી , 92 વરસ ની એની માં ને હું લઈ આવ્યો મારા પતરા માં… એ ક્યાં જાય હવે ….?
  • હું સુન્ન થઈ ગયો… આ બાપા ના પોતાના આ હાલ, પત્ની અપંગ, પોતાને એક પગ નહી, ઘર ના ઠેકાણા નહી, જે હતું એ છોકરાએ વેચી નાખ્યું ….એમાં વળી મિત્ર ની માં ને સાંભળે છે….
  • બાપા, છોકરાએ તમને રોડ પર લાવી દીધા, તમને ગુસ્સો નથી આવતો એના પર ?
  • No no ડોકટર, અરે એના માટે તો કમાવ્યું હતું, એણેે લઇ લીધું, એમાં એની ક્યાં ભૂલ થઈ ..?
  • બાપા ,લેવાની રીત એની ખોટી હતી, મૂળ સમેત ખેંચી લીધું એણે બધું….
  • ડોકટર, આપણાં પૂર્વજો વાનરો હતા, પૂંછડી ગઈ પણ મૂળ સમેત ખેંચી કાઢવાની ટેવ એમ થોડી જશે માણસ માંથી…?
    એવું કહીને હસતાં હસતાં મોઢું ફેરવ્યું … એ હાસ્ય હતું કે છુપાવેલાં ડુસકા ???
  • બાપા, સમજાયું મને, 7000 માં પૂરું થાય નહીં ત્રણ જણાનું એટલે તમે અહીંયા આવો છો, બરાબર?
  • No you are wrong doctor. 7000 માં હું બધું જ મેનેજ કરું છું, પણ જે વૃદ્ધ માં છે મારા મિત્ર ની, એને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર, બન્નેની દવા ચાલુ છે, ફક્ત એ મેનેજ કરવું અઘરું છે ,આ 7000 માં…
  • હું 2 કલાક આવું છું અહીંયા, કોઈએ આપેલું અન્ન હું સ્વીકારતો નથી, હા કોઈ પૈસા આપે તો એ હું લઈ લઉં છું…. એની મહિનાની દવા, જાણીતા ના મેડિકલ સ્ટોર વાળા પાસેથી પહેલા જ લઇ લઉં છું અને રોજ ,2 કલાક માં જે પૈસા મળે તે પૈસા મેડિકલ વાળા ને રોજ ના રોજ આપી દઉં છું … !
  • આ બાપા ને પોતાનો છોકરો છોડીને ગયો છે અને આ બેઠા છે બીજાની માં ની સંભાળ રાખતા…..
  • આંખો માંથી પાણી ન આવવા દેવા માટે ના અથાગ પ્રયત્નો છતાં આંખોએ છેવટે દગો દીધો જ.
  • બાપા, બીજાની માં માટે તમે અહીંયા ભીખ માગો છો?
  • બીજાની? અરે મારા બાળપણ માં એણે મારુ ખૂબ કર્યું છે…. હવે મારો વારો છે, બસ એટલું જ…!
  • મેં એ બન્ને ને કીધું છે, 5 થી 7 હજુ એક કામ મળ્યું છે મને….
  • બાપા, પછી એમને ખબર પડશે કે તમે અહીંયા ભીખ માગો છો, ત્યારે..?
  • અરે કેવી રીતે ખબર પડશે ? બન્ને ખાટલા પર પડીને… મારી મદદ વગર પડખું પણ ફરી નથી શકતી.. આવી જ કઈ રીતે શકશે અહીંયા એ બન્ને ? …. હા.. હા.. હા.. આપો તાળી !
  • ડૂસકું છુપાવાનો મારો વારો હતો પણ બાપા જેવો હું હિમ્મતવાળો નહોતો આ લુપાછૂપી ના ખેલ માં ….
  • ખૂબ સમય પછી ખબર રહી કે તાળી આપવા માટે આપેલો બાપા નો હાથ, મારા હાથમાં એમ ને એમ જ હતો, એ જ હાથ મારા બન્ને હાથમાં લઈ મેં બાપા ને પૂછ્યું, બાપા તમારી માં ને હું કાયમ માટે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર ની ટિકડીઓ આપીશ, તો ,તમારે અહીંયા આવી રીતે માગવું નહી પડે, right ?
  • બોલ્યા, no doctor, તમે ભિખારીઓ માટે કામ કરો છો. એને તમે ટિકડીઓ આપશો એટલે એક રીતે , એ ભીખારણ જ થઈ ને? હું હજુ સમર્થ છું, એનો છોકરો થઈને .. મને કોઈ ભિખારી કહેશે તો ચાલશે પણ એને નહી….
  • OK Doctor, હું જાઉં હવે ? ઘેર જઈને રસોઈ બનાવવાની છે હજુ….
  • બાપા, ભીખારીઓના ડોક્ટર સમજીને નહી, તમારો છોકરો સમજીને લ્યો ને બા માટે દવાઓ….
  • હાથ છોડાવીને એ બોલ્યા, ડોક્ટર હવે આ સંબંધો માં મને પરોવશો નહી please, એક ગયો જ છે છોડીને …..
  • આજે મને આશા બંધાવીને કાલે તમે જતા રહ્યા તો…. ? સહન કરવાની શક્તિ હવે નથી રહી… !
  • આવું કહીને, કાખઘોડી લઈને એ નીકળી પણ ગયા …. જતી વખતે માથા પર ધીમેકથી હાથ મુક્યો, બોલ્યા, કાળજી લેજે બેટા તારી પોતાની…..
  • શબ્દોથી એમણે , મેં જોડેલો સબંધ નકાર્યો પણ માથા પર મુકાયેલા હાથ ના ઉષ્ણ સ્પર્શ થી અનુભવ્યું કે, આ સંબંધ મનોમન એમણે સ્વીકાર્યો છે ….
  • આ ગાંડા માણસ ને પાછળથી જ નમસ્કાર કરવા માટે મારા હાથ આપોઆપ જ જોડાઈ ગયા…..

આ પ્રસંગ હું ખાસ એટલા માટે શેર કરું છું કે, આપણને સમજાય કે, આપણી કરતાં ખૂબ ખરાબ પરિસ્થિતિ માં જીવવા વાળા લોકો ઘણા જ છે … ફક્ત એમની તરફ જોતા પણ આપણાં દુઃખો ની કળ ઓછી થાય, જીવન તરફ જોવાના આપણા ચશ્મા પણ જો બદલાય, કદાચ.

તમને આ સ્ટોરી ગમી હોય તો શેર જરૂર કરજો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures