જાણો સધી માતાની સીંધ થી પાટણ સુધીની યાત્રા. સધી માતાનો ઈતિહાસ – Sadhi Maa No Itihas

4.9/5 - (201 votes)

હમીર- કકુનું મેણું સાંભળીને સધી વઢીયારમાં વરાણા આવીને કીધું કે, ખોડીયાર હું પાટણ મારી 250 ભેસ લેવા પાટણ જાઉ છું. ખોડીયાર બોલ્યાં કે, હું પણ તમારી સાથે આવું છું. એટલે સધીએ ખોડીયારને કીધું કે, ના હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી.

સીદ્ધરાજ રાજાને તો ખબર હતી કે, સધી તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સીદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઇ ગોઠવી હતી. કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે. એટલે સધી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે, ઓ બોન ક્યાં જાવ છો. આ દરવાજા ઉપર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જાવા દઇએ.

એટલે સધી બોલી કે, અલ્યા પીરો મેં સધીએ સીદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે આ ભેંસો આપી હતી. અને ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં. આ પાટણના પીરને સમજી ગયા કે, સધી ભેસો લીધા વગર પાછી તો વળશે નહીં. એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સધીને કીધું કે, સધી તું તારૂં સત બતાવે અને અમે પીર જે કહીયે તે કરી બતાવે તો તને પાટણના દરવાજા અંદર જવા દઇએ. એટલે સધી બોલી કે, તમારે કેવા પારખા લેવા છે.

એટલે પાટણના પીર બોલ્યા કે, સધી અને તને એક સુતરનો દોરો આપીએ. આ સુતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હીંચકા ઝુલી બતાવે તો સધી તમારી સતપાની સાબીત થાય. જો તમે હીંચકા નહીં ઝુલી બચાવો તો પાટણમાં નહીં વળવા દઇએ. એટલે સધી બોલી કે, અલ્યા પીરો લવો તમારો સુતરનો દોરો. હું સીંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ના જાઉ તો ધીક પડે મારા અવતારને….

સધીએ સુતરનો દોરો પીર પાસેથી લઇને બે ઝાડ સાથે બાંધીને હીંચકા ઝુલવા માંડી. સધી હીંચકા ઝુલતી ઝુલતી આકાશમાં ઉડવા માંડી. અને સધીએ આ પાટણના પીરોને કીધું કે, અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઇ મુકો, જો આ બધા પીરોને કુદીને પાટણમાં ના ઉતરૂં તો હું બાર ભવનની બારવટી નહીં. સધીએ એક કુદકો મારીયો એટલે પાટણની રાણકી વાવે આવીને ઉતરી. બીજો કુદકે સીદ્ધરાજ રાજાના રાજ મહેલમાં પેહાળો માંડ્યો………..

પાટણના પીરોને પછડાટ આપીને સધી સીદ્ધરાજ રાજાના મહેલમાં આવી. મહેલમાં આવીને સધીએ રાણીવાસમાં ધુણાપો મુક્યો… રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધુણતી- ધુણતી બહાર આવી. રાજમહેલમાં હો-હો મચી ગયો. પછી સધીએ કીધું કે, સીદ્ધરાજ હું મારી ભેસો લેવા માટે સીધની સધી આવી આવું છું. સીદ્ધરાજ સમય પારખીને સધીના પગમાં પડી ગયો. અને સીદ્ધરાજે સધીને કીધું કે, તમે ભેસો લઇ જાવ. પણ હું સીદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગું છું.

એટલે સધી બોલી કે, સીદ્ધરાજ રાજા હું મારા હમીરાને આ 250 ભેંસો આપીને પાછી પાટણમાં આવું છું. અને સધી ભેસો લઇને સીધમાં આવી. સધીએ હમીરાને ભેંસો આપી અને કીધું કે, હમીરા તારૂં અને તારી કકુનું મેણું મને વહમું લાગ્યું છું. આજથી હું સધી સીંધ મલક મુકીને ગુજરાતના પાટણમાં જઉ છું. આજથી તમારા ને મારા સધીના છેલ્લા રામ…રામ….

સધી સીંધ મલક મુકી રીસાઇને પાટણ આવી અને સીદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કીધું કે, રાજા હું સધી આવી છું. સવારે મને વાગતા ઢોરે પાટણની રાણકી વાવે બેસાડજે. તું મને રાણકી વાવે બેસાડ પછી હું જગતમાં તારૂં નામ સોના- રૂપાના આંકડે ના પાડી દઉ તો મારૂં નામ સીંધ મલકની સધી નહીં જા…..

સધી માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે, સધી સીંધમાંથી રીસાઇને પાટણની રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સધીને પોતાના ગામમાં લઇ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે બે મહીના રાણકીવાવે સધી માતાની એક પગે ભક્તી કરી. બે મહીને સધી જાગી એટલે વીરભણ રાવલે કીધું કે, સધી હું તમને મારા ગામમાં લઇ જવા માંગુ છું.

એટલે સધી માતા બોલ્યાં કે, વીરભણ રાવલ હું તારા ગામમાં તું આગળ આગળ જા હું સધી તારી પાછળ પાછળ આવું છું. પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં ક્યાંય બેસી જઇશ તો હું સધી ત્યાંથી આગળ વધીશ નહીં. એટલે વીરભણ રાવલે પાટણથી હેડીને તેના ગામના મારગે પડ્યો. અને સધી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે.

આમ કરતા કરતા કડા ગામ આવ્યું. વીરભણ રાવલે વીચાર કરીયો કે, અહીં એકાદી સલમ પીને થોડો થોક ખાઇને આગળ વધુ. આમ વીરભણ રાવલ એક સુકાઇ ગયેલા રાયણના ટેકે ઉભા હતા સલમ સળગાવી. બે- ત્રણ દમ મારીયા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચઢી અને વડના ટેકે થોડા લાંબા થયા. અંખો મીંચાઇ ગઇ અને નીંદરમાં નીંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયા…….

વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયણના ઝાડ નીચે સુતા હતા અને આકાશવાણી થઇ કે, વીરભણ હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. મારે અહીં જ રોકાવું પડશે. સધી બોલ્યાં કે, વીરભણ રાવલ મેં તને કીધું કે, તું ક્યાં રોકાઇને બેસાઇ ન જતો. એટલે સધીએ કાડા ગામના સુકા રાયણના ઝાડ નીચે આસાન વાળ્યું. વીરભણને નક્કી થઇ ગયું કે, સધી હવે મારા ગામ આવશે નહીં. એટલે વીરભણ રાવલ સધીને સુકા રાયણના થળે બેસાડીને તેના ગામના મારગે પડ્યો. પણ વીરભણ રાવલ રોજ કડા ગામના રાયણના ઝાડ ઝાડે સધી માતાની પૂજા કરવા આવતો.

એટલે આ વાત કડા ગામના મુખીને મગજમાં ના બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કીધું કે, રાવલ જો તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી 50 વરસની ઉંમર થઇ છે. પણ મારે કોઇ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તારી સધી માતાને કહો કે, મને એક દીકરો આપે. આમ મુખીએ કીધું કે, ત્યાં સધી માતા વીરભણ રાવલને 16 કળાએ ધૂણવા ઉતરી અને કીધું કે, મુખી આજથી 9 મહીના અને 13 દીવસે તારી બૈરીને એક દીકરો આપું તો એમ માનજો કે, વીરભણ રાવલની સધી બોલી તી.
એટલે મુખીએ કીધું કે, જો સધી તુ મને 50 વરસના મુખીને દીકરો જ આપવા બેઠી હોય તો કાંઇક પતીત આપતી જાજે. એટલે સધી ફરીથી હાકોટો કરીને બોલી કે, મુખી આ સુકાઇ ગયેલા રાયણને કાલે સવારે લીલા ત્રણ ફણગા ફુટે તો એમ માનજો કે, હું સધી બોલ્યા પછી બીજું નહી બોલું.


સધી માતા સીંધમાંથી પાટણ રાણકી વાવે આવી. અને રાણકી વાવેથી ગુજરાતભરમાં નીકળી. અને ગુજરાતભરમાં સધીએ ડંકો વગાડ્યો છે. ઘણી ખમ્મા મારી માતારાણી ને….

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures