શરદી-કફ જતા નથી? તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો.

પોસ્ટ કેવી લાગી?
  •  શરદી અને વધતા જતા ઠંડા પવનોને કારણે કફની સમસ્યા ઘણી -બધી વધતી જાય છે. તો શિયાળાનમાં આવી સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચારો ઘણાં જ અકસીર માનવામાં આવે છે.
  • તો તમારે આ ઉપચારો સતત સપ્તાહ સુધી કરવો જોઇએ. તો તેનાથી ચોક્કસ ફરક પડશે. તો જોઇએ કે કેવા શરદી કફમાં તમે કયા સરળ ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો.
  • ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી, ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે તમે આ ઉપચાર અજમાવી શકો છો.
  • હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી કરી જવાની .
  • આ ઉપચાર દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતાં પહેલા લો તો એ ઘણું ઉપયોગી બને છે.
  • જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળફા નીકળતા હોય તો તુલસીનો રસ 1 ચમચી એમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય.
  • દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય છે.
  • સફેદ ચીકણો કફની સમસ્યા હોય તો એક ચમચી આદુનાં રસમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે તે ગોળ પણ વાપરી શકે છે.
  • જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે. જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે.
  • એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.આમ કરવાથી તમને કફ અને શરદી માં રાહત મળે છે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures