હોન્ડાનુ નવું Honda Aviator થયું લોન્ચ, આપવામાં આવ્યા છે નવા ફીચર્સ

-honda-launched-aviator-in-india

હોન્ડા ટૂ-વ્હીલર્સ દ્વારા ભારતમાં એવિએટર સ્કૂટરના નવા વર્ઝનને લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 55,157 રૂપિયા એક્સશોરૂમ દિલ્હી છે. નવા વર્ઝનમાં ત્રણ વેરિએન્ટ્સ આપવામાં આવ્યા છે અને જૂના મોડલની સરખામણીએ કિંમતમાં 1400 રૂપિયા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

-honda-launched-aviator-in-india

હોન્ડાનુ નવું Honda Activa I લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

  • હોન્ડાએ નવી સ્ટાઇલ અને ડિઝાઇનને થોડીક અપડેટ કરી છે અને ફ્રેશનેસ માટે અમુક ફીચર્સ પણ ઉમેર્યા છે.
  • નવા એવિએટરમાં એલઇડી હેડલેમ્પ અને પોઝિશન લેમ્પ, મેટલ મફ્લર પ્રોટેક્ટર, ફ્રન્ટ હૂક અને રેટ્રેક્ટેબલ રિયર હૂક આપવામાં આવ્યું છે.
  • આ સ્કૂટરમાં પણ એક્ટિવાની જેમ 4 ઇન 1 લોક(સીટ ઓપનિંગ સ્વિચ સાથે) આપવામાં આવ્યું છે.
  • તેમજ અન્ડ સીટ મોબાઇલ ચાર્જર સાથે એવિએટર ખરીદવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  • હોન્ડાએ 2018 એવિએટરમાં નવા કલર્સનો ઉમેરો કર્યો છે. જેમાં નવો પર્લ સ્પાર્ટન રેડ કલર ઓપ્શન છે. જે રેબેલ રેડ મેટાલિકને રિપ્લેસ કરશે.
  •  સ્કૂટરમાં પર્લ ઇગ્નિઅસ બ્લેક, મેટ્ટ સેલેન સિલ્વર મેટાલિક, પર્લ અમેઝિક વ્હાઇટ કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે.
  • 2018 હોન્ડા એવિએટરમાં 109.19 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 8 બીએચપી પાવર અને 8.94 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
  • સ્કૂટરમાં સીવીટી ગિયરબોક્સ છે. 110 સીસી સ્કૂટરમાં સ્ટાન્ડર્ડ ઓટોમેટિક હેડલેમ્પ ઓન ફીચર્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here