America
અમેરિકા(America)માં ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. નવસારીનાં રહીશ રવીન્દ્રભાઇ વશીનાં દીકરા મેહુલભાઇ વશીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. 52 વર્ષની ઉંમરના મેહુલભાઇ પત્ની અને બે દીકરીઓ સાથા અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે.
મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. એરપોર્ટની પાસે આવેલી મોટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું તે દરિમિયાન બોલાચાલી થઇ હતી ત્યારે અશ્વેત યુવાને ગળુ દબાવીને તેમની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોટેલમાં નશામાં ધૂત એક અશ્વેત વ્યક્તિ સાથે પહેલા મેહુલ વશીની બોલાચાલી થતા મેહુલભાઇ પર હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદ મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને, ક્યાં છે પૂછતાં સામેથી મેસેજ આવ્યો કે, મેં તેને મારી નાંખ્યો. મેસેજ બાદ તરત જ મેહુલભાઇની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.
આ પણ જુઓ : ટ્રમ્પ સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4ના મોત બાદ કરફ્યૂ
મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં નોકરી કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે. આ બાબત સામે આવતા નવસારીમાં પણ ઘેરા પ્રત્યાધાત પડ્યા છે.