શું તમે જાણો છો ભારતમાં સૌથી વધારે કયો સાબુ વેચાય છે? PTN News

indians-using soap-maximum ptn news

શું તમે જાણો છો ભારતમાં કયો સાબુ સૌથી વધારે વેચાય છે? તે એચયુએલનો લાઇફબોય છે. જ્યારે બીજા નંબર પર પણ એચયુએલના લક્સે પોતાની જગ્યા બનાવી હતી પરંતુ હવે લક્સની જગ્યાએ વિપ્રો કંઝ્યુમર કેર એન્ડ લાઇટિંગના સંતૂર સાબુએ લઇ લીધી છે. જૂનમાં સંતૂરનો વોલ્યુમ શેર 14.9 ટકા હતો અને લક્સનો 13.9 ટકા. લાઇફબોય 18.7 ટકા વોલ્યુમ માર્કેટ શેરની સાથે આ સેગમેન્ટ દેશનું સૌથી લોકપ્રિય પોપ્યુલર બ્રાન્ડ બની ગયુ છે. રિસર્ચ ફર્મ કેંટાર આઈએમઆરબી હાઉસહોલ્ડ પેનલના ડેટાને જોતા ઇન્‍ડસ્ટ્રીસે આ જાણકારી આપી છે.

વિપ્રો કન્ઝ્યુમર કેરના સીઈઓએ અંગ્રેજી સમાચારપત્ર ઈટીને જણાવ્યું કે, સંતૂર હવે વોલ્યુમના કારણે દેશનો બીજો સૌથી મોટો સાબુ થઇ ગયો છે. ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને વધારીને અને નવા વેરિઅન્ટ દ્વારા અમે આ સફળતા મેળવી છે. અમે યંગ સ્કિન માટે નવા વર્ઝન લોન્ચ કર્યા છે. જે અમારા ટાર્ગેટ ઓડિયન્સને પસંદ છે. નાણાંકીય વર્ષ 2017-18માં સંતૂરનું વેચાણ 1930 કરોડ રૂપિયાનું હતું. સંતૂર દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં સૌથી મોટી બ્રાન્ડ છે, પરંતુ પહેલીવાર દેશભરમાં આ આગળ આવી છે.

કંપનીની આવકમાં ભારતનું યોગદાન 50 ટકા છે. તેણે સિંગાપુરમાં ઉંઝા હોલ્ડિંગ્સ, બ્રિટનમાં યાર્ડલી, સિંગાપુર બેસ્ડ સ્કિન કેર કંપની એલડી વેક્સન અને ચીનમાં ઝોંગશાન સહિત ઘણાં બ્રાન્ડ ખરીદેલા છે. વિપ્રો કંન્ઝ્યુમરે ડોમેસ્ટિક ઓનલાઇન કન્ઝ્યુમર પ્રોડ્ક્ટસ ફર્મ હેપિલી અનમેરિડ માર્કેટિંગમાં પણ થોડી ભાગેદારી ખરીદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here