પાટણ: રૂ.73 લાખનું રોકાણ કરાવી ઇન્દોરની કંપનીએ પાટણ વેપારી સાથે છેતરપિંડી કરી.

પોસ્ટ કેવી લાગી?

પાટણના વેપારીની સાથે ઇન્દોરની એડવાઇઝરી કંપની દ્વારા શેરમાર્કેટ અને એગ્રીકલ્ચર માર્કેટમાં રોકાણ કરી ફાયદો કરાવી આપવાની લાલચ આપી રૂ. 73 લાખની ઠગાઇ કરતાં શહેર બી ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પાટણ માર્કેટયાર્ડના કમિશન એજન્ટ દીપકભાઈ શંકરલાલ ઠક્કરને 20 ડિસેમ્બર 2015 ના રોજ હાઇબ્રો માર્કેટ રીસર્ચ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રા.લિ. કંપનીમાંથી અદિતિ શર્મા નામે ફોન આવ્યો હતો જેમાં કંપની સાથે જોડાઇ શેર માર્કેટમાં રોકાણ કરી સારું એવું વળતર મેળવવા સમજાવતાં રૂ 5000 રજીસ્ટ્રેશન ચાર્જ ચૂકવી દીપકભાઇએ બેન્ક એકાઉન્ટમાં નાણાં ભર્યા હતા.

ત્યારબાદ તેમણે વેપારીને તમારી રૂ 24 લાખની ફાઈલ તૈયાર કરાશે જેના બદલામાં તમને રૂ બે કરોડ કમાવી આપીશું એ માટે તમારે રૂ 24 લાખ ભરવાના થાય છે તેમ કહેલ. દીપકભાઈએ 11 જાન્યુઆરી 2016 સુધીમાં રૂ 9,46,997 ,1 નવેમ્બર 2016 થી 12 જૂન 2017 દરમિયાન કુલ રૂ. 73 લાખ બેન્ક એકાઉન્ટ માં ભર્યા હતા.

કંપનીએ જાતે જ દીપકભાઈના અલગ અલગ ઇમેઇલ એકાઉન્ટ બનાવ્યા હતા અને તેના પાસવર્ડ પણ તેમની પાસે જ હતા.જોકે આજ સુધીમાં કોઇ ફાયદો થયો નહોતો અને સંપર્ક કરતાં નાણા પાછા મળ્યા નહોતા. આખરે નાણા ન મળતાં અને છેતરપીંડી થયાનું જણાતાં કંપનીના માલિક સ્વપ્નિલ પ્રજાપતિ, હેમંત અગ્રવાલ ,કર્મચારી સ્નેહા સિંગ, પ્રભાત કુમાર, અદિતિ શર્મા, સુમિત સિંગ સામે દીપકભાઈ એ આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

બી ડીવીઝન ઇન્ચાર્જ પીઆઇ આર.જી.ચૌધરીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ આઇજીપી ડી.બી.વાઘેલાના સાયબરસેલના પીઆઇ જાડેજાએ શરૂ કરી છે. વેપારી દીપકકુમાર ઠકકરે જણાવ્યું કે ફોન પર વાતો કરવાની સ્ટાઇલ ભોળવી નાખવાની હતી અને હું લાલચમાં આવી પ્રભાવમાં આવી જઇ નાણા રોકયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures