કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય , 35A હટાયો.

પોસ્ટ કેવી લાગી?

રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો.

નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે. રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા હશે.

  • સીઆરપીએફના વધુ 8,000 જવાન જમ્મુ-કાશ્મીર ટ્રાન્સફર કરવામાં આવ્યા.
  • રાજ્યસભામાં લંચનો સમય રદ કરવામાં આવ્યો અને ચર્ચા ચાલુ રાખવામાં આવી.
  • જેડીયુએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું.
  • બહુજન સમાજવાદી પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું.
  • જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે, સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે.
  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.
  • અમિત શાહની જાહેરાત પછી વિપક્ષનો હોબાળો
  • પીડીપી સાંસદે રાજ્યસભામાં તેમના કપડાં ફાડીને વિરોધ નોંધાવ્યો.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. સરકારે આ વિશે ચર્ચા કરવી જોઈએ. આ વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર છું. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહેબૂબા મુફ્તી, ઓમર અને ફારુક અબ્દુલા સહિત ઘણાં નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures