સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat) માં ભટાર વિસ્તારમાં રહેતા પિતાએ પાડોશી પાસેથી 7 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ પિતા દ્વારા પરત ન આપી શકતા પાડોશીએ બદલો લેવા માટે માસમૂ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયા બાદ બાળકને સાયણ તરફ લઇ જઈ ત્યાર બાદ તેની હત્યા કરી દેવાઇ હતી.

હત્યા કરાયા બાદ તેની લાશને શેરડીના ખેતરમાં નાખી દેવામાં આવી હતી. સાયણ વિસ્તારમાં લાશ દેખાતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પાડોશીની સાથે અ્ન્ય એક ઇસમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કિશન સહાની પરિવાર સાથે રહે છે. પરિવાર સાથે રહેતા કિશન સહાનીના માતાનું લોકડાઉન દરમિયાન મોત થયું હતું. મોત થવાથી કિશને માતાના ક્રિયાકર્મ પાડોશી કરણ ઉફ્રે આદિત્ય પાસેથી 7 હજાર જેટલા રૂપિયા ઉધાર લીધા હતા. જે રૂપિયાની ચુકવણી ન થવાને કારણે કરણ ઉર્ફે આદિત્ય વારંવાર કિશનને ધમકાવતો હતો.

આ પણ જુઓ : કૉમેડિયન ભારતી અને પતિ હર્ષને 4 ડિસેમ્બર સુધી જયુડિશ્યિલ કસ્ટડીમાં

અંગત અદાવતને કારણે તેને આકાશનું અપહરણ કર્યું. અપહરણ કર્યાના બે ક્લાકમાં જ તેણે આકાશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે સીસીટીવીના આધારે સર્વેલન્સ શરૂ કર્યું હતું. જેમાં પાડોશી કરણ આકાશને સાયણ તરફ લઇ જતો દેખાઇ આવતા પોલીસે તપાસ કરતા આકાશનો મૃતદેહ મળી આવતા પોલીસે બને આરોપીઓની ધરપકડ કરી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures