આ છે વેલેન્ટાઈન બાબા, 10 હજારની વધુ પ્રેમી પંખીડાના લગ્ન કરાવી ચુક્યા છે .

  • અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલાં વેલેન્ટાઈન હનુમાન મંદિરમાં આજે અમદાવાદ જિલ્લામાં રહેતાં છોકરા -છોકરીએ લગ્ન કર્યા છે. સમય વીતતા બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જે બાદ તેમણે લગ્ન કરવા માટે વિચાર્યુ પરંતુ પરિવારના ઈન્કારને કારણે તેઓ લગ્ન ન કરી શક્યા. આખરે બંનેને વેલેઈન્ટાઈન હનુમાન મંદિર વિશે જાણ થઈ અને વેલેન્ટાઈનનાં દિવસે આવી પહોંચ્યા લગ્ન કરવા માટે. ત્યારબાદ તેમના જેવા અનેક પ્રેમી પંખીડાઓ અહી લગ્ન કરવા આવે છે. વેલેન્ટાઈન હનુમાન મંદિરનાં વેલેન્ટાઈન બાબા તરીકે જાણીતાં મહંત દ્રારા 108 જેટલા સિધ્ધ કરેલાં મંત્રો દ્રારા શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવે છે. એટલું જ નહીં પ્રેમીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અહીં ફોટોગ્રાફરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જ જે લોકો લગ્ન કરવા આવે તેમનું ફોર્મ ભરાવાય છે. જરુરી આઈડી પ્રુફ પણ લેવાય છે તેમ જ મેરેજ સર્ટીફિકેટ માટેનાં ફોર્મ કોર્પોરેશન ઓફિસમાં જમા કરાવીને તેમને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
  • શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, સપ્તપદીના સાત ફેરા, અને ચહેરા પર પ્રિયતમ સાથે લગ્ન કરવાનો આનંદ. આ એ પ્રેમપંખીડાઓ છે. જેઓ આવ્યા છે હનુમાનજીનાં શરણે. આ પ્રેમપંખીડાઓને આશા છે કે તેમનું લગ્નજીવન સુખેથી પસાર થશે. આશા છે કે, સંસારમાં પડતી કોઈપણ મુશ્કેલીનો અંત અહીં જ આવશે અને એટલે જ આજે હનુમાનની સાક્ષીએ લગ્ન ગ્રંથિએ જોડાયા છે.
  • વર્ષ 2003થી શરુ થયેલી આ લગ્ન વ્યવસ્થા દ્રારા કુલ 10 હજારથી પણ વધુ લોકો લગ્ન કરી ચુક્યા છે. આ મંદિરમાં પ્રેમીઓનાં લગ્નની કાયદેસરની માન્યતા પણ મળેલી છે… માત્ર પ્રેમી પંખીડાઓ જ નહીં પરંતુ જે લોકોને સાદાઈથી લગ્ન કરવા હોય છે.. તે અહીં રાજીખુશીથી લગ્ન કરે છે. વેલેન્ટાઈન મંદિર તરફથી તેમને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. પ્રેમ વિવાહના આપણે ઘણાં કિસ્સાઓ જોયા છે. જેમાં પ્રેમી યુગલના પરિવાર માની જાય તો ખુશી ખુશી ધામધૂમથી લગ્ન થાય અને જો ના માને તો અલગ થઇ જાય છે. ઘણા પ્રેમી યુગલો એવા પણ હોય છે જે સમાજ અને પરિવારની વાત ન માનીને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી લે છે આવા પ્રેમી યુગલો માટે વેલેન્ટાઈન હનુમાન મંદિર ખાસ છે. પરંતુ સવાલ થાય કે આખરે આ મંદિર કેવી રીતે અહીં બન્યું. તો આવો વેલેન્ટાઈન હનુમાનની કહાની માટે અમે આપને જણાવીએ 2003નો ઈતિહાસ.
  • વર્ષ 2003ની વાત છે. 2001ના ભુકંપ બાદ અમદાવાદમાં જે પણ વર વધુને લગ્ન કરવા હોય તેઓ અમદાવાદના મેઘાણીનગરમાં આવતા. જ્યાં હાલ લગનિયા હનુમાનનું મંદિર છે. ત્યાં જ નજીકમાં કોર્ટ બેસતી હતી. કોર્ટમાં લગ્ન કરવા આવતાં કપલ્સને હિન્દુ વિધીથી લગ્ન કરવા માટે પંડિતની જરુર પડતી. ત્યારે વેલેન્ટાઈન બાબા તરીકે જાણીતા મહંત લગ્ન કરવવા માટે કોર્ટમાં જતાં. ધીરેધીરે લોકો અહીં જ લગ્ન કરવા માટે આવવા લાગ્યા. હવે તો સમય એવો આવ્યો લોકો કોર્ટ ભૂલીને અહીં આવવા લાગ્યા.હનુમાન મંદિરમાં લોકોનાં લગન કરવાની શરુઆત થઈ ત્યારથી મહંત હિરાભાઈને અહીં પ્રેમીયુગલો વેલેન્ટાઈન બાબા તરીકે ઓળખે છે. અહીં આવનાર વ્યક્તિને વેલેન્ટાઈન બાબા જીવનનું સાચું જ્ઞાન આપે છે. એટલું જ નહીં લગ્ન કરવા આવતાં લોકોને હનુમાન મંદિરમાં લગ્ન કરતા હોવાને કારણે જરાય વાંધો નહીં આવતો. અહી લગ્ન માટે 24 કલાક દરવાજા ખુલ્લા રહે છે. માનવામાં નહીં આવે પરંતુ અહીં સમલૈંગિક સંબંધો ધરાવતા અને કિન્નરો પણ લગ્ન કરવા માટે આવે છે. જે પ્રેમી યુગલ આ મંદિરમાં લગ્ન કરે તેનું દામ્પત્ય જીવન સુખી હોય અને તેનાં સંસારમાં કોઈ મુશ્કેલીઓ પડતી નથી તેવી તેમની માન્યતા છે. ભગવાનનાં આ આશિર્વાદ મેળવવા જુદા-જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા છેક અહીં આવે છે. અમદાવાદમાં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ જાણીતું છે. પ્રેમી યુગલ પ્રેમ વિવાહ કરવા ઘરથી ભાગી જવાના બદલે હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.
  • અત્યાર ના સમયે એવું કહેવાય છે કે આ સ્થળની નજીક પહેલા કોર્ટ હતી. પરંતુ અચાનક કોર્ટનું સ્થાનફેર થયું. જે લોકો પહેલા કોર્ટમાં લગ્ન કરતાં હતા. હવે એ લોકો આ મંદિરમાં આવીને લગ્ન કરે છે એ પણ આપણી સંસ્કૃતી મુજબ પૂરા રીત રિવાજ સાથે. એવું પણ બને છે કે ક્યારેય પ્રેમી યુગલ તેમના પૂરા પરિવાર સાથે આ સ્થળે આવીને ખુશી ખુશી લગ્ન કરી હનુમાનજીના આશીર્વાદ લે છે. આ મંદિરમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં પ્રેમી યુગલ લગ્ન કરી ચૂક્યા છે અને તેમનો સુખી સંસાર માણી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here