ગુજરાતમાં ગમે તે RTOથી લર્નિંગ લાઈસન્સ નીકળશે.

  • ગુજરાત મોટર વાહન નિયમોમાં સુધારો કર્યા મુજબ હવે લર્નિંગ લાયસન્સ માટે અરજદાર રાજ્યની કોઇપણ લાયસન્સિંગ ઓથોરિટીમાં અરજી કરી શકે છે. અન્ય જિલ્લાના અમદાવાદમાં નોકરી ધંધાર્થે વસતા અરજદાર અહીંની લાયસન્સિંગ ઓથોરિટીમાં ઓનલાઇન અરજી પછી આઇટીઆઇમાં લર્નિંગ ટેસ્ટ આપી શકશે અને ત્યાર પછી પાકું લાયસન્સ ટેસ્ટ પાસ કરીને મેળવી શકશે. સામાન્ય રીતે રાજ્યના અન્ય જિલ્લાના ઘણા લોકો બહાર નોકરી ધંધાર્થે વસવાટ કરતા હોય છે. વાહન લાયસન્સ કઢાવવા માટે અગાઉ તેમના વતનના ડોક્યુમેન્ટ હોઇ ત્યાંની લાયસન્સિંગ ઓથોરિટી મારફતે કાર્યવાહી કરવી પડતી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here