CEOના મોત સાથે કેનેડાની કંપનીનાં 1300 કરોડ થયા લોક.

કેનેડાની કંપનીના ગ્રાહકોને તેમની ડિપોઝીટનો હિસાબ આપવા કંપની અસમર્થ બની છે, પણ આવુ કરવામાં કંપની  અસમર્થ એટલા માટે છે કે  કંપનીના CEO નું મોત નીપજતા કંપનીના એકાઉન્ટમાં 1300 કરોડ રુપિયા એટલે કે લગભગ 190 મિલિયન ડોલર લોક થઇ ગયા છે.

કંપનીના સીઈઓના મોતની સાથે જ 1300 કરોડ રુપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ ગઈ છે.કારણકે આ કરન્સીના એકાઉન્ટ સુધી પહોંચવાનો પાસવર્ડ માત્ર સીઈઓ પાસે જ હતો.

હવે પાસવર્ડના અભાવે એકાઉન્ટ એક્સેસ થઈ શકતા નથી.મોટા મોટા સાયબર ક્રાઈમ એક્સપર્ટ પાસવર્ડને ક્રેક કરવા માટે ભેજુ દોડાવી રહ્યા છે પણ હજી સુધી પાસવર્ડ જાણવામાં કે એકાઉન્ટ અનલોક કરવામાં સફળતા મળી શકી નથી.

30 વર્ષના ગેરાલ્ડ કોટન કેનેડામાં ક્વોડ્રિગાસીએક્સ નામની કંપનીના સીઈઓ હતા.તેઓ  એક અનાથાશ્રમની સ્થાપના કરવા માટે ડિસેમ્બર 2018માં ભારતના પ્રવાસે આવ્યા હતા.જ્યાં આંતરડાની એક બિમારીના કારણે તેમનુ અવસાન થયુ હતુ.

ગેરાલ્ડના મોતની ખબર ત્યારે સામે આવી હતી જ્યારે તેમની પત્ની જેનિફર રોબર્ટસન અને તેમની કંપનીએ કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શન માટે અપીલ કરી હતી.કોટનની પત્નની પત્નીએ અપીલમાં કહ્યુ હતુ કે ગેરાલ્ડના ઈન્ક્રિપ્ટેડ એકાઉન્ટ અનલોક નથી થઈ શકતા.આ એકાઉન્ટમાં 1300 કરોડ રુપિયા એટલે કે લગભગ 190 મિલિયન ડોલર ક્રિપ્ટોકરન્સી સ્વરુપે પડેલા છે.આ એકાઉન્ટ અનલોક નથી થઈ થઈ શકતા કારણકે તેનો પાસવર્ડ માત્ર ગેરાલ્ડ કોટન પાસે જ હતો.

31 જાન્યુઆરીએ ક્વોડ્રિગાસીએક્સ કંપનીએ કેનેડાની કોર્ટને અપીલ કરી છે કે અમને આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પરવાનગી આપવામાં આવે.અમારે કંપનીના ગ્રાહકોને તેમની ડિપોઝીટનો હિસાબ આપવાનો છે પણ આવુ કરવામાં અમે અસમર્થ એટલા માટે છે કે પાસવર્ડના અભાવે એકાઉન્ટ એક્સેસ નથી થઈ રહ્યુ.

જોકે સોશ્યલ મીડિયા પર કંપનીના અને સીઈઓની પત્નીના દાવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.લોકો પૂછી રહ્યા છે કે જો ગેરાલ્ડને આંતરડાની બીમારી હતી તો તે ભારત કેમ ગયા જ્યાં પીવાના પાણીની સમસ્યા છે?એક યુઝરે પૂછ્યુ છે કે ગેરાલ્ડ ભારત ગયા હતા તે વાતનો કોઈ પૂરાવો છે ખરો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here