ટેક્નોલોજીથી સજ્જ તેજસ ટ્રેનનો અંદરનો નજારો.

  • દેશની પ્રથમ ખાનગી તેજસ ટ્રેન આવતીકાલે (17-01-2020) એટલે કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થશે. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ અને સીએમ વિજય રૂપાણી આ ટ્રેનને લીલીઝંડી આપશે. તેમજ તેજસ ટ્રેનને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરાઈ છે.
  • ટ્રેનની હોસ્ટેસનો લુક ગુજરાતી રાખવામાં આવ્યો છે. આ ટ્રેનમાં હોસ્ટેસ કૂર્તા અને પાયજામા સાથે માથે કચ્છી વર્કની ટોપી સાથે નજરે પડશે.
  • આ ટ્રેનમાં જે ભોજન પીરસવામાં આવશે તેનો ટેસ્ટ ગુજરાતી અને મરાઠી હશે. ગુજરાતી લુક, મરાઠી-ગુજરાતી ભોજનનો સ્વાદ અને આધુનિક ટેક્નોલોજી સાથે સજ્જ આ ટ્રેન સામાન્ય લોકો માટે 19મી જાન્યુઆરીથી દોડશે. આ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓ ફ્લાઈટમાં જોવા મળતી સુવિધાનો અનુભવ કરી શકશે.
  • ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે વડોદરા અને સુરત એમ બે સ્ટોપ આપવામાં આવ્યા છે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. એટલે કે ટિકિટથી લઈને તમામ સુવિધા IRCTC જ આપશે.
  • તેજસ ટ્રેન એક સપ્તાહમાં 6 દિવસ દોડશે. આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સિટ પર એલસીડી સ્ક્રિન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેન્ડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળી રહેશે.
  • ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈ આર સી ટી સીનો સ્ટાફ રહેશે. તેજસ ટ્રેનમાં ચેરકાર માટે 1300 થી 1400 રૂપિયા ચાર્જ લેવાશે. જ્યારે, એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2400 રૂપિયા રહેશે. જોકે, આ ટ્રેનમાં ડાયનામિક ફેર રહેશે.
  • 17 જાન્યુઆરીના તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે, પરંતુ પ્રવાસીઓ માટે આ ટ્રેન 19 જાન્યુઆરીથી ખુલ્લી મૂકાશે. આ ઉપરાંત પ્રથમ દિવસે જ તેજસ ટ્રેન હાઉસફુલ છે.
  • તેજસ ટ્રેનને સમયસર દોડાવવા માટે 29 ટ્રેનના સમયમાં ફેરફાર કરાશે. હાલ 17 જાન્યુઆરી અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનને દોડાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે IRCTCના અધિકારીઓ પણ અમદાવાદ આવી પહોચ્યાં છે.
  • બીજી તરફ જોવામાં આવે તો યુનિયન તરફથી ખાનગી ટ્રેનનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આથી રેલવે અધિકારીઓ કર્મચારીઓ વિરોધ ન કરે તે માટે કામે લાગ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here