ઘરે કડાઈ માં જ બનાવો ખૂબ જ સરળ રીતે સ્વાદિષ્ટ ચોકલેટ કેક

Make the chocolate in a very easy way recipe

કડાઈ માં જ બનાવો ખૂબ જ સરળ રીતે સ્વાદિષ્ટ ચોકલેટ કેક

Make the same chocolate in a very easy way

સામગ્રી:

મેંદા નો લોટ – 1 કપ,

બટર – 50 ગ્રામ,

દૂધ-2 કપ,

કોકો પાવડર – 3 ચમચી,

ખાંડ નો ભૂકો – 1/4 કપ,

બકિંગ પાવડર -1/2 ચમચી ,

બકિંગ સોડા -1/4 ચમચી,

વેનીલા એસેન્સ – 1 ચમચી.

રીત:

1) સૌ પ્રથમ કડાઈ માં તળિયે સમાય એટલું મીઠું નાખી ઉપર માટલા નો કાંઠો અથવા બેઈસ માટે કોઈપણ સાધન મુકવું (કાણાં વાળી ડીશ ઉંધી પણ મૂકી શકાય છે ) , હવે ગેસ ધીમી આંચ પર કરવો (માત્ર 5 મિનીટ હીટ કરવું)

2)હવે એક મોટા બાઉલ ની ઉપર મોટી ગરની મુકો.તેમાં મેંદો,કોકો પાવડર,બેકિંગ પાવડર,બેકિંગ સોડા અને દરેલી ખાંડ ઉમેરી બધું ચાળી લો.

3)હવે ચાળેલા મિશ્રણ ને મિક્સ કરી,વચ્ચે જગ્યા કરી દૂધ ઉમેરી બીટર વડે મિક્સ કરો,સ્મૂથ બેટર બની જાય

એટલે તેમાં વેનીલા એસન્સ ઉમેરી બીટ કરો.હવે તેમાં બટર ઉમેરી ફરી પાછું બીટ કરો.
આ થઈ ગયું તમારું કેક બેટર તૈયાર.

4) હવે કેક ને બેક કરવા માટે :

કેક બનવાના પેન ના ખાના માં તેલ/ બટર/ બટર પેપર લગાવી ઉપર નું મિશ્રણ ઉમેરવું અને તેને ઉપર મુજબ તૈયાર કરેલ કુકર માં બેક કરવા મુકવું ,

ખાસ ધ્યાન રાખવું – કડાઈ નું ઢાંકણ ફિટ ઢાંકવું ધીમી આંચ ઉપર 25/30 મિનિટ સુધી બેક કરવું
હવે કડાઈ નું ઢાંકણ ખોલી ચપ્પુ અથવા ટુથપીક થી ચોટે નહિ એ ચકાસી ખાનું બહાર કાઢવું

કેક તૈયાર છે, હવે આ કેક ને સાંભળીને પ્લેટ માં કાઢી તમારી મનપસંદ ચોકલેટ અથવા કલર ફૂલ સ્પ્રિંકલ થી ગર્નીશ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here