Car Accident માં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત

પોસ્ટ કેવી લાગી?

Car Accident

માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત (Car Accident) થયો છે. આ Car Accident માં માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું નિધન થયું છે. અત્યારે માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. તથા માંડવીના મહિલા નાયબ મામલતદારનાં પતિ સૂમૂલ ડેરીનાં કર્મચારી હતા.

Car Accident

આજે વહેલી સવારથી માંગરોળ તાલુકામાં વાંકલ ઝંખવાવ ગામ પાસે એક ડમ્પરે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ધડાકાભેર હતો કે, ડમ્પર બાજુમાં પલટી ગયુ હતું. તો કાર એક બાજુથી આખી પિચકાઇ ગઇ હતી. કમકમાટીભર્યા અકસ્માતમાં ઘટનાસ્થળે જ કારમાં રહેલ દંપતીનાં મોત નીપજ્યા હતા.

Car Accident

આજે કોરોના વોરિયર તરીકે સેવા બજાવી હોવાથી નાયબ મામલતદાર સીમાબેન દેશમુખનું સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં સન્માન થવાનું હતું. તેથી સીમાબેન તેમના પતિ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીકળ્યાં હતાં. જો કે, આ દંપતીને એક સંતાન પણ છે.  જેને આજે માતાપિતા બંન્નેની છત્રછાયા ગુમાવી છે.

આ દંપતિ અંકલેશ્વર રહેતા હતા. તથા માંડવી પોતાની ઓફિસ ધ્વજવંદન કરવા જઇ રહ્યાં હતા. તે જ સમયે Car Accident માં બંને એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures