નિર્ભયા કેસ : વકીલનો ફાંસી ટાળવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ!

 • નવી દિલ્હીઃ એક દિવસમાં સાત અરજી નામંજૂર કર્યા થયા બાદ હવે નિર્ભયાના દોષિતો છેલ્લા પ્રયાસ રૂપે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ત્યારે દિલ્હી હાઇકોર્ટમાં ફાંસી પર સ્ટે મુકવાની અપીલ રદ થયા બાદ દોષિતોના વકીલ એ.પી.સિંહ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર પાસે અરજી દાખલ કરવા પહોંચ્યા હતાં. જ્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી કરવામાં આવી હતી.
 • સુપ્રીમ કોર્ટના જજે પણ વકીલની દલીલોને નામંજૂર ગણાવીને ફાંસી પર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી હતી. નિર્ભયાના દોષિતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને આજે સવારે ફાંસી આપવામાં આવી છે.
 • નિર્ભયાના ગુનેગારોએ ફાંસીના 6 કલાક પહેલા સુધી મોતથી બચવા પેંતરા કરતા રહ્યા હતા. રાત્રે 11.15 વાગ્યા સુધી દિલ્હી હાઈકોર્ટમાં દોષિતોની એક અરજી પર સુનાવણી ચાલુ રહી હતી.
 • રાત્રે 12:00 વાગ્યે તેમની અરજી ફગાવી દેવાઈ હતી. જોકે દોષિતોના વકીલ સુપ્રીમકોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ ભાનુમતી અને કેટલાક કર્મચારીઓ રાત્રે 12:00 વાગ્યા સુધી કોર્ટમાં હાજર રહ્યા હતા. નિર્ભયાની માતા આશાદેવી પણ તાત્કાલિક સર્વોચ્ચ અદાલત પહોંચ્યાં હતાં. તેમણે પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દોષિતોને ફાંસી જરૂર થશે.અને છેવટે એજ થયું.
 • લગભગ 3:30 નિર્ભયાની માતા આશાદેવીએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે , મારી દીકરીને જ નહિ પરંતુ બળાત્કાર પીડિત દેશની દરેક દીકરીને આજે ન્યાય મળ્યો છે.
 • આજે સવારે તિહાર જેલમાં ચારેય ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે .
 • 3:24 કલાકે અક્ષયની પત્નીએ દલીલ કરી હતી કે મેં છૂટાછેડાની અરજી કરી છે તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ફાંસીનો અમલ ન થવો જોઈએ. હું વિધવા તરીકે મારી જિંદગી વિતાવવા નથી માંગતી.
 • 3:14 કલાકે નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું હતું કે , અમે વર્ષોથી ન્યાય માટે સંઘર્ષ કર્યો છે. આજે નિયત સમય મુજબ ગુનેગારોને ફાંસી થશે જ.અને ફાંસી આપવામાં પણ આવી.
 • એડિશનલ સેશન્સ કોર્ટમાં દોષિત અક્ષય સિંહ ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તાએ અરજી કરી હતી, જેમાં ફાંસી નહીં આપવા વિનંતી કરી હતી. સરકારી વકીલના એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ કહ્યું હતું કે અક્ષય અને પવનની બીજી દયા અરજી આ આધાર પર નકારી દીધી હતી, કારણ કે પહેલી દયા અરજી પર જ આ અંગે નિર્ણય લેવાઈ ગયો હતો.
 • નિર્ભયાની માતા આશા દેવીએ જણાવ્યું હતું કે કોર્ટે દોષિતોને અનેક તક આપી છે. પરંતુ તેને લીધે દરેક વખતે ફાંસીમાં વિલંબ થયો છે. હવે આપણી કોર્ટો તેમના કાવતરાને સમજી ગઈ છે. ત્યારે ઘણા સમય પછી નિર્ભયાને આજે ન્યાય મળ્યો છે.
 • નિર્ભયા કેશમાં ત્રણ ડેથ વોરંટ રદ્દ થયા. પછી ચોથી વખત- દિલ્હી કોર્ટ દ્વારા આ 4 લોકોને ફાંસી આપવામાં આવી હતી.
 • દિલ્હીમાં પેરામેડિકલની વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર, 2012ના રોજ રાત્રે 6 લોકોએ ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઈજાને લીધે 26 ડિસેમ્બરે સિંગાપુરમાં ઈલાજ સમયે નિર્ભયાનું મોત થયું હતું.
 • આ ઘટનાના 9 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર 2013માં કોર્ટે 5 દોષિતો રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા કરી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટે અને મે,2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને મુલતવી રાખી હતી. અને છેવટે ઘણા સમય બાદ નિર્ભયા કેશના ગુનેગારોને આજે વહેલી સવારે ફાંસી આપવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here