IPL માં તક ન મળતા આ યુવા ક્રિકેટરે કર્યો આપઘાત

પોસ્ટ કેવી લાગી?

IPL

દરેક યુવા ખેલાડીની કોશિશ IPL ટુર્નામેન્ટમાં રમવાની હોય છે. તેથી પોતાનું હુનર બતાવીને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતા મેળવી શકે. પરંતુ આ ટુર્નામેન્ટમાં શામેલ ન થવા પર કેટલાય ખેલાડીઓને પોતાનું કરિયર સમાપ્ત થતું દેખાય છે. તો આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. 27 વર્ષના ભારતીય ક્રિકેટર કરન રાધેશ્યામ તિવારી સાથે. જેને IPL માં તક ન મળતા એક મોટું પગલું ભર્યું.

IPL
કરન રાધેશ્યામ તિવારી

મુંબઈના મલાડમાં આવેલ ગોકુલધામ શૈયાબ સોસાયટીમાં રહેતા કરન રાધેશ્યામ તિવારીએ મોડી રાતે પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરીઆપઘાત કર્યો. જો કે, ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. અત્યારે પોલીસે ADR હેઠળ મામલો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ પ્રમાણે કરન IPL માં તક ન મળતા ખૂબ નિરાશ હતો. કરનના એક મિત્રે તેની બહેન જે મુંબઈમાં રહે છે તેને આ અંગે માહિતી આપી હતી. પ્રારંભિક તપાસમાં કોરોના મહામારીમાં ક્રિકેટ બંધ હતું ત્યારે કરન ડિપ્રેશનમાં ગયો. આ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.

દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર આ સૌથી મોટી ટી20 લીગ પર છે. આગામી મહિને યુએઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન શરૂ થશે. આ લીગ દરેક યુવા ખેલાડી માટે ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે આને નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ લેવલમાં એન્ટ્રી અથવા વાપસીના એક માર્ગના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. IPL ના માધ્યમથી ભારતીય ક્રિકેટ ટીમને પણ ઘણા યુવા ખેલાડી મળ્યા છે.

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures