ડુંગળીની કિંમત કિલોના 22 રુપિયા પણ લોકોને મળી રહી છે 70 રુપિયામાં.

  • કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવા એક પ્રેસ કોન્ફરન્સમાં ડુંગળીની ઉપલબ્ધતા અને કિંમતોની જાણકારી આપતા કહ્યું હતું કે ,સરકાર લોકોને મોંઘવારીથી રાહત આપતા હવે માત્ર 22 રુપિયા પ્રતિ કિલોની કિંમતથી મળતી ડુંગળી આપવામાં આવી રહી છે.
  • જો કે રિટેલમાં હજુ પણ કિંમતો 70 રુપિયા પ્રતિ કિલો છે.
  • કેન્દ્ર સરકાર તરફથી નાફેડ અને રાજ્ય સરકાર તરફથી વિશેષ સ્ટોલ બનાવીને ડુંગળી વેચવામાં આવી રહી છે. છતા પણ લોકોને મોંઘી ડુંગળીથી રાહત મળતી નથી.
  • સરકાર તરફથી 22 રુપિયા પ્રતિ કિલો ડુંગળી ઉપલબ્ધ કરાવ્યા છતા રિટેલ બજારમાં તેની કિંમતો ઓછી થવાનું નામ લેતી નથી. પરંતુ વધે જાય છે .
  • દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટા શહેરોમાં ડુંગળીની કિંમત 70 રુપિયા પ્રતિ કિલો સુધી મળી રહી છે. આ સિવાય ઘણા રાજ્યોમાં કેન્દ્રીય કોટાથી મળી રહેલી ડુંગળી સમય પર મળી રહી નથી. જેના કારણે કિંમતો તેજી માં હોય છે.
  • સરકાર અત્યાર સુધી માં 18 હજાર ટન ડુંગળી આયાત કરી ચુકી છે. ઘણા બધા પ્રયત્નો છતા અત્યાર સુધી ફક્ત 2000 ટન ડુંગળીનું વેચાણ થયું છે.
  • કિંમતો પર કાબુ મેળવવા માટે સરકાર તમામ પ્રયત્નો શરૂ કરી રહી છે. આ માટે સરકારે વિદેશોમાં મોટી માત્રામાં ડુંગળીનો ઓર્ડર આપ્યો છે.
  • રામવિલાસ પાસવાને જણાવતા કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં 12000 ટન ડુંગળી આયાત કરી છે.
  • અસમ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સાએ શરુઆતમાં ક્રમશ 10,000 ટન, 3480 ટન, 3000 ટન અને 100 ટન ડુંગળીની માંગણી કરી હતી.
  • જોકે સંશોધિત માંગમાં આ રાજ્યોથી આયાત કરેલ ડુંગળી ખરીદવાની ના પાડી દીધી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here