"Oscar2020" : વાકીન ફીનિક્સને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ.

પોસ્ટ કેવી લાગી?
  • બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે ‘હેર ટેલ’ને ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં છે.
  • દુનિયાના પ્રતિષ્ઠિત 92 એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર 2020 (Oscar2020)ની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકાના લૉસ એન્જેલિસ સ્થિત ડૉલ્બી થિયેટરમાં આ એવોર્ડની જાહેરાત થઇ છે. જ્યાં હોલિવૂડ અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. અને આ 92 ઓસ્કાર એવોર્ડની ભવ્ય શરૂઆત થઇ હતી.
  • 92 ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ ‘જોકર’માં પોતાના અદ્ઘભૂત એક્ટિંગ માટે વાકીન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તેની સાથે જ બેસ્ટ અભિનેત્રી તરીકે રીની જેલિવેગરને તેમની ફિલ્મ ‘જ્યૂડી’ માટે ઓસ્કાર મળ્યો હતો.તો દક્ષિણ કોરિયાની ફિલ્મ ‘પેરાસાઇટ’ને સર્વેશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ફીચર ફિલ્મની શ્રેણીમાં ઓસ્કાર મળ્યો છે. આ ફિલ્મને માટે બોન્ગ જૂન હોને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
  • ક્વિંટીન ટૈરેંટીનો ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ્સ ઇન હોલિવૂડ’ માટે બ્રેડ પિટ (Brand Pitt) બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે ઓસ્કાર મળ્યો છે. જ્યારે લૉરા ડર્નને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રી તરીકે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • બ્રૈડ પિટને પહેલીવાર ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પેરાસાઇટ પણ પહેલી સાઉથ કોરિયન ફિલ્મ છે જેને ઓસ્કાર મળ્યો છે. બ્રેડ પિટે ઓસ્કારના આ સન્માનને જીતતા જ લિયોનાર્ડો ડિ કૈપ્રિયોને ગળે લગાવ્યો હતો. અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ એવોર્ડ માટે બ્રૈડ આ ફિલ્મના ડાયરેક્ટર ક્વિંટીન ટૈરેંટિનોનો આભાર માન્યો હતો. અને તેમણે પોતાનો આ એવોર્ડ પોતાના પુત્રને ડેડિકેટ કર્યો હતો.
  • ‘અમેરિકન ફેક્ટરી’ ને બેસ્ટ ડોક્યૂમેન્ટરી ફિચર માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સાથે જ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે ‘હેર ટેલ’ને ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures