Pok માં ચીનના પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢી, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Pok

નીલમ-ઝેલમ નદી પર ચીનની કંપની મેગા ડેમ બનાવી રહી છે. જેના વિરોધમાં બુધવારે કાશ્મીરના મુજફ્ફરાબાદમાં લોકોએ ચીની ફર્મ સામે રેલી કાઢી હતી. રેલી દરમિયાન સ્થાનિક લોકોએ ‘દરિયા બચાવો, મુજફ્ફરાબાદ બચાવો, નીલમ-ઝેલમ વહેવા દો, હમે જિંદા રહેને દો.’ જેવા નારા લાગ્યા હતા.

પાકિસ્તાન અને ચીન વચ્ચે પીઓકે (Pok)માં અજાદ પટ્ટન અને કોહલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવાને લઈને સમજુતી થઈ હતી. આ પ્રોજેક્ટથી 700.7 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે. આ પ્રોજેક્ટ 1.54 અરબ ડોલરના છે. આ પ્રોજેક્ટને ચીનના જિયોઝાબા ગ્રૂપની કંપની બનાવી રહી છે.

આ પણ જુઓ : PMO એ 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન

પીઓકે (Pok)ના પોલિટિકલ એક્વિવિસ્ટ ડો. અમજદ અયૂબ મિર્ઝાએ એએનઆઈને કહ્યું કે પીઓકેમાં આ પ્રકારના પ્રદર્શન લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ કોઈ તેમનું સાંભળવાનું નથી. ચીનની થ્રી ગોરજેસ કોર્પોરેશન અહીં અરબો ડોલરના પ્રોજેક્ટનું નિર્માણ કરી રહી છે. તેમણે નદીઓનો રસ્તો બદલાવી નાખ્યો હોવાના કારણે મુજફ્ફરાબાદમાં પ્રદર્શન થઈ રહ્યા છે.

આ પણ જુઓ : flood : બિહારમાં 77 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, સેંકડો ગામડાં તારાજ

કોહલા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને ઝેલમ નદી પર બનાવવામાં આવશે. આ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 90 કિમી દૂર છે. આ પ્રોજેક્ટ 2026 સુધી પુરો થવાની આશા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures