પાટણ: ઠક્કરબાપા વિસ્તારમાં લોકો ગંદા પાણીથી ત્રસ્ત.

પાટણ શહેરના ઠકકર બાપા પ્રાથમીક શાળા પાસે છેલ્લા ઘણા સમયથી અવાર નવાર ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદા પાણીથી રેલમ છેલ જોવા મળી રહી છે. ત્યારે ઠકકર બાપા સ્કુલ થી રાધનપુરી વાસ જવાના માર્ગ પર આવેલ ભૂગર્ભ ગટરની ચેમ્બર છાશ વારે ઉભરાતી હોવાનું પ્રકાશમાં આવતી હોવા છતાં તંત્ર દવારા તેના કાયમી ઉકેલ માટે કોઈ
નકકર પગલા લેવામાં આવતા નથી. જેને લઈ ગત રોજ ફરીથી એકવાર આ ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા સમગ્ર વિસ્તારમાં ગંદા પાણી રેલાયા હતા. જેને લઈ સ્થાનીક લોકો સહીત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

એટલું જ નહી આ ભૂગર્ભ ગટરની ચેમ્બરને લઈ સ્થાનીક વિસ્તારમાં પીવાનું ગંદુ અને વાસ મારતુ પાણી છેલ્લા ૧પ દિવસથી આવતા સ્થાનીક લોકો પાલિકાના વહીવટથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે સ્થાનીક રહીશ ઈશ્વરભાઈ પટણીના જણાવ્યા મુજબ પાણી આવે છે ત્યારે શરુઆતમાં ગંદુ અને વાસ મારતું પાણી આવતી હોવાની ફરીયાદ કરી પાછળથી સારુ પાણી આવતું હોવાનું જણાવ્યું હતું.

તો ત્યાના સ્થાનીક ના જણાવ્યા મુજબ જયારે પીવાનું પાણી આવે છે ત્યારે એક દમ ડોહળું અને ગંદુ પાણી ભૂગર્ભ ગટર ભરાવાના કારણે આવતું હોવાનું જણાવી પોતાના માટે સત્તા પર બેઠેલા હોવાનો આક્ષોપ કરી ગરીબ પ્રજા વોટ આપીને ચુંટીને લાવતી હોય ત્યારે ગરીબોનું ધ્યાન રાખવા આહવાન કર્યું હતું. અને આવા ગંદા પાણી પીવાથી આ વિસ્તારના લોકો બિમાર પડયા હોવાનું જણાવી તાત્કાલીક ધોરણે આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. અને જો ઉકેલ લાવવામાં નહી આવે તો આંદોલનની ચીમકીની સાથે કલેકટરને રજુઆત કરવા પણ જણાવ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here