Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા

પોસ્ટ કેવી લાગી?

Taxpayers

આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ નામના એક નવા ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરી. પીએમ મોદીએ કહ્યું કે પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.

કરદાતાઓ (Taxpayers)ને ટ્રાન્સફર પોસ્ટિંગના કિસ્સામાં રાહત મળશે. તે સાથે ટેક્સ સંબંધી કેસની તપાસ અને અપીલ બંને જ ફેસલેસ થશે. અમુક સુવિધા અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે 25 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ સેવા શરૂ થઇ જશે.

વડાપ્રધાને કહ્યું કે આ મુદ્દા પર અમે છેલ્લા ઘણા સમયથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને નવી મુસાફરી શરૂ કરી છે. એક ઇમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઇ રહેલી નવી વ્યવસ્થા, નવી સુવિધા મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નેન્સને આગળ લઇ જાય છે. દેશની ઘણી સંસ્થાઓ આવકવેરા પદ્ધતિને નાબૂદ કરવાની અથવા પ્રામાણિક કરદાતાઓ (Taxpayers)ને પ્રોત્સાહિત કરવાની માંગ કરી રહીં છે.

આ પણ જુઓ : Bengaluru હિંસા મામલે કર્ણાટક સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો

independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી આવકવેરા નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે ભારતમાં આવકવેરો ભરવા વાળા માટે કોઈ પ્રોત્સાહન નથી, પરંતુ તેમને પરેશાનીનો ભોગ બનવું પડે છે. ઘણા નિષ્ણાતો એવી માંગ કરી રહ્યા છે કે ઘણા વિકસિત દેશોમાં કરદાતાઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે એવી જ રીતે ભારતમાં પણ કેટલીક સુવિધાઓ આપવી જોઈએ.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures