પ્રિયંકા ચોપરા 10 વર્ષ નાના વિદેશી પ્રેમી નિક જોનાસ સાથે કરશે લગ્ન

Priyanka Chopra will marry with 10 year old foreign lover Nick Jonas

ફોઈએ સ્વીકારી આ વાત પ્રિયંકા ચોપરા 10 વર્ષ નાના વિદેશી પ્રેમી નિક જોનાસ સાથે કરશે લગ્ન જાણો સમગ્ર વાત….

bollywood-actress-priyanka-chopra-getting-married

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માંથી નીકળી ગઈ છે. આ વાત ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ  ટ્વિટ કરીને આપી હતી. અલી અબ્બાસે પોતાની ટ્વિટમાં નિક જોનાસનો ઉલ્લેખ કર્યો છે. અલી અબ્બાસે ટ્વિટ કરી હતી, ”હા, હવે પ્રિયંકા ચોપરા ‘ભારત’નો હિસ્સો નથી અને તેનું કારણ ખાસ છે. તેણે કહ્યું હતું કે તે નિકને ટાઈમ આપવા માંગે છે. તેના આ નિર્ણયથી અમે ઘણાં જ ખુશ છીએ. ‘ભારત’ની ટીમ તરફથી પ્રિયંકાને શુભેચ્છા અને તે હંમેશા ખુશ રહે…” નોંધનીય છે કે પ્રિયંકા પ્રેમી નિક કરતાં 10 વર્ષ મોટી છે.

અલી અબ્બાસની ટ્વિટ પરથી એમ લાગી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા પોતાના અમેરિકન બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કરી રહી છે. કારણ કે ટ્વિટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ‘Nick of time’ અને ”loads of love and happiness for life’ આ બંને બાબત લગ્ન તરફનો ઈશારો કરે છે.

કામિની ચોપરાએ કહ્યું હતું, ”અમે ઘણાં જ ખુશ છીએ. બુધવારની રાત્રે અમે બધા જ પ્રિયંકાના ઘરમાં હતાં. અમે બાળકોના નિર્ણયથી ઘણાં જ ખુશ થયા છીએ. હાલમાં જ અમે નિક જોનાસના અમેરિકા સ્થિત ઘરે પણ ગયા હતાં. અમે થોડાં સમય પછી લગ્નની ડેટ્સ જાહેર કરીશું.” જોકે, હજી સુધી પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ લગ્નને લઈને કોઈ કન્ફર્મેશન આપ્યું નથી પરંતુ ફોઈની વાતથી એ જરૂર સાબિત થઈ ગયું કે પ્રિયંકા ચોપરા લગ્ન કરવાની છે.

ગયા મહિને નિક પ્રેમિકા પ્રિયંકાના પરિવારને મળવા માટે ખાસ ભારત આવ્યો હતો. આ સમયે પ્રિયંકાએ જમણાં હાથે ચોથી આંગળીમાં રિંગ પહેરી છે. જો પ્રિયંકાએ સગાઈ કરી હોય તો તેણે ડાબે હાથે રિંગ પહેરી હોત. એ જ રીતે નિક જોનાસે પણ રિંગ ફિંગરમાં નહીં પરંતુ ચોથી આંગળીએ રિંગ પહેરી છે.

વિદેશમાં અને હવે તો ભારતમાં પણ એવી ફેશન છે, જ્યારે બે પ્રેમીઓ એક જ જેવી રિંગ પહેરીને પોતે સંબંધોને લઈ ગંભીર છે, તે ભાવના વ્યક્ત કરે છે. આને પ્રિ-એન્ગેજમેન્ટ રિંગ કે પ્રોમિસ રિંગ કહેવામાં આવે છે. પ્રિયંકાએ પ્રોમિસ રિંગ પહેરીને એ વાતનો પુરાવો આપ્યો છે કે તે નિક પ્રત્યે ગંભીર છે અને આ સંબંધને આગળ લઈ જવા માંગે છે.

એક જાણીતા મેગેઝિને દાવો કર્યો છે કે પ્રિયંકા તથા નિક ઓગસ્ટ મહિનામા્ સગાઈ કરી લેવાના છે. નિક, પ્રિયંકા સાથે હાલમાં લિવ-ઈનમાં રહેવા માંગે છે.

આકાશ-શ્લોકાની પાર્ટી તથા મહેંદી સેરેમની એટેન્ડ કર્યાં બાદ પ્રિયંકા ચોપરા પ્રેમી નિક, કઝિન પરિણીતી ચોપરા, મોમ મધુ ચોપરા તથા ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે ગોવામાં વેકેશન માણવા ગઈ હતી. અહીંયા બે દિવસ પ્રિયંકાએ મિનિ વેકેશન માણ્યું હતું.

‘ક્વાન્ટિકો’ના સેટ પર થઈ હતી મુલાકાતઃ
નિક તથા પ્રિયંકાની પહેલીવાર ‘ક્વાન્ટિકો’ના સેટ પર મુલાકાત થઈ હતી. ત્યારબાદ 2017માં મેટ ગાલા ઈવેન્ટમાં નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા સાથે જોવા મળ્યાં હતાં. ત્યારબાદથી અનેક ઈવેન્ટ્સ તથા કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સાથે જોવા મળ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here