- અઢી વર્ષના દીકરાને પેટીપલંગમાં કેદ કરી પ્રેમી સાથે ભાગી મહિલા.
- પંજાબ ના ચંદીગઢ માં બુરેલ સ્થિત એક ઘરમાંથી સોમવારે પેટીપલંગની અંદરથી અઢી વર્ષના એક બાળકનું શબ મળ્યું છે. પોલીસ મુજબ, બાળકના પિતાએ પોતાની પત્ની પર બાળકને પેટીપલંગમાં કેદ કરીને પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાવ્યો છે.દશરથ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે જ્યારે તે રવિવાર સાંજે કામથી પરત ફર્યો તો ઘરે તેની પત્ની અને દીકરો દિવ્યાંશુ નહોતા. ત્યારે દશરથે જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં લાગ્યું કે તેની પત્ની દીકરાને લઈને પિયર ગઈ છે. તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કથિત રીતે જણાવ્યું કે દીકરો પેટીપલંગની અંદર કેદ છે. બાદમાં જ્યારે તેણે પેટીપલંગ ખોલ્યો તો ત્યાં તેને પોતાના દીકરાનું શબ મળ્યું.
- દશરથેજણાવ્યું કે દિવ્યાંશુના મોંમાં એક કપડું ભરાવેલું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં મહિલાની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News