Rains: ગુજરાતમાં સોમ-મંગળ ભારેથી અતિભારે વરસાદની આગાહી

પોસ્ટ કેવી લાગી?

Rains

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં છે. ગત સપ્તાહમાં ધોધમાર વરસાદે (Rains) વિરામ લીધો હતો. પરંતુ ફરીથી છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. તો બીજી તરફ હજુ બે દિવસ એટલે કે સોમવાર મંગળવાર સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ ધોધમાર વરસાદ (Rains) વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી 37.05 ઇંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોંધાયો છે.

તા. 31 ઓગસ્ટ સોમવારે બનાસકાંઠા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાડ અને દિવમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

તા. 01 સપ્ટેમ્બર મંગળવારે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures