કાજૂ કતલીની રેસીપી.

જો તમને લાગે છે કે કાજૂ કતલીને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી. હું તમને જણાવી દઉં કે કાજૂ કતલીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજૂ કતલી છે. 

સામગ્રી:-

 1 કિલો કાજૂ 600 ગ્રામ વાટેલી ખાંડ એક મોટી ચમચી કેસર 7 થી 8 ઈલાયચી સજાવટ માટે ચાંદીનો વર્ક થોડું ઘી 

રીત:-

  • એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદો રાખવું.
  •  ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. 
  • હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું.
  •   ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો. – હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. 
  • મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. – કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. – જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો. –
  • હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. –
  • હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. – તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો. – હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here