અમદાવાદમાં ટ્રમ્પની સુરક્ષા: પાણીમાં સ્પાય કેમેરા, આકાશમાં "નો ફ્લાય ઝોન".

  • અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનીયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે સુરક્ષામાં કોઇ જ બાંધછોડ જોવા મળશે નહીં. અત્યારથી જ સઘન સુરક્ષાની ચકાસણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવી જશે ત્યાર પછી આકાશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાશે. એટલે કોઇપણ પ્લેન આકાશમાં ઉડશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફ્રન્ટનો પણ નજારો માણશે. એટલે તેની આસપાસ અને સાબરમતી નદીનાં પાણીમાં પણ અદ્યતન સુરક્ષા ગોઢવવામાં આવશે. પાણીમાંથી કોઇ હુમલો ન કરી શકે તે માટે આજે અમેરિકાની સિક્રેટ એજન્સી પણ ઉપસ્થિત રહેશે.અમેરિકાની સિક્રેટ એજન્સી આજે અમદાવાદ આવી પહોંચશે. સિક્રેટ એજન્સી સલામતીની સંપૂર્ણ ચકાસણી કરશે અને તે લીલીઝંડી આપશે ત્યારબાદ ટ્રમ્પનું એરફોર્સ-1 અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરશે. અમેરિકાથી સલામતીનાં તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે.

નદીમાં સ્પાય કેમેરા :

આ સાથે સાબરમતી આશ્રમ પાસે નદીમાં અનેક નદીમાં સ્પાય કેમેરા ઉપરાંત અંડર વોટર વેપન્સ ગોઠવવામાં આવશે. સુરક્ષાની આ સમગ્ર સિસ્ટમ સેન્સર બેઝ્ડ અને રિમોટ ઓપરેટેડ હશે. સુરક્ષાને ધ્યાનમાં લઈને ઈન્દીરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના વિસ્તારને કવર કરવામાં આવશે. સુરક્ષા માટેનાં તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની બિસ્ટ કાર ઉપરાંત સ્પાય કેમેરા અને તમામ પ્રકારનાં શસ્ત્રો કાર્ગો પ્લેનમાં લાવવામાં આવશે.

  • રોડ શોનાં રૂટ ગટરો પર લોખંડની જાળીઓ નખાઇ રહી છે:
  • આ સાથે એરપોર્ટથી મોટેરા સુધી રોડશો કરવાનું આયોજન છે. જેથી આ રૂટ પર આવેલી ગટરોને લોખંડની જાળીથી સીલ કરવામાં આવી રહી છે. જ્યાં સિમેન્ટના ઢાંકણા છે તેને બદલીને લોખંડની જાળીઓ નાખવામાં આવી રહી છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓના આદેશ મુજબ તેમજ તેમની સુચના મુજબ ખુલ્લી ગટરો સીલ કરવા માટે મ્યુનિસિપલનું આખુંયે તંત્ર ગટરના ઢાંકણા બદલવા કામે લાગ્યું છે. એરપોર્ટથી ડફનાળા સુધીના માર્ગે પર હાલમાં ગટરની ચકાસણી કરવામાં આવી રહી છે એટલું જ નહી ગટરો પર લોખંડના ઢાંકણાને વેલ્ડીંગ કરીને સીલ કરવામાં આવી રહ્યા છે.
  • આ સાથે એરપોર્ટ આસપાસનાં વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં પોલીસ ઘરે ઘરે જઇને તપાસ કરી રહી છે. પોલીસ બધાને ઘરે જઇને પૂછી રહી છે કે, મકાન કોના નામે છે અને ભાડે આપ્યું હોય તે કોને આપ્યું છે મકાનમાં રહેતી વ્યકિત શું કામગીરી કરી રહી છે તે સહિતની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here