હેલ્થ: 85% દર્દીઓને સાયલન્ટ પિત્તાશયની પથરી થાય છે.

 • પથરી સ્વાસ્થ્યથી જોડાયેલ એક પ્રચલિત સમસ્યા છે.
 • પથરી બે પકારની હોય છે: 1 કિડનીની પથરી અને 2. ગાલબ્લેડર (પિત્તાશયની પથરી). બન્ને પથરીઓની સારવાર અલગ અલગ રીતે થાય છે.
 • પથરીની સારવાર તેના આકાર અને જગ્યા અનુસાર નિર્ભર કરે છે.
 • કિડનીની નાનાં કદની પથરીઓ વધારે પાણી પીવાથી નીકળી જાય છે પરંતુ પિત્તાશયની પથરી માટે ઓપરેશન કરાવવું આવશ્યક છે. 
 • શરીરમાં પિત્તાશય નીચે નાશપતિના આકારનું એક અંગ થેલીનુમા હોય છે.
 • જેથી તેનું કાર્ય પિત્તનો સંગ્રહ કરવાનુ હોય છે. ચરબીયુક્ત પદાર્થોનાં પાચન માટે જરૂરી હોય છે.
 • પિત્તાશયની પથરી એક અથવા ઘણી બધી થઈ શકે છે.
 • પરંતુ કેટલાક એવા પરિબળો છે, જેનાથી પથરીનું જોખમ વધી જાય છે.
 • જેથી કરીને ઓવેરવેટ અને ડાયાબિટીસના દર્દીઓને પિત્તાશયની પથરી થવાનું જોખમ વધારે હોય છે.
 • ડાયક્ટિંગ એટલે કે ઝડપથી વજન ઘટાડવાથી પણ પિત્તાશયની પથરી થવાનું જોખમ વધે છે.
 • વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી અને વધારે ઉપવાસ કરવાથી પણ તેનું જોખમ વધે છે.
 • પણ જેથી કરીને 30થી 40 વર્ષની વયના લોકોને તેની સમસ્યા વધારે જોવા મળે છે.
 • પરંતુ પુરુષોની સરખામણીએ મહિલાઓમાં પિત્તાશયની પથરીની સમસ્યા વધારે જોવા મળે છે
 • એટલે કે 80થી 85% દર્દીઓમાં તેનાં સાયલન્ટ લક્ષણ જોવા મળે છે.
 • પણ કેટલાક દર્દીઓને પેટમાં દુખાવો થવાની સમસ્યા રહે છે.
 • અમુક દર્દીઓને પીઠ અને જમણા ખભે દુખાવો રહે છે.
 • આ દુખાવો કેટલીક મિનિટથી લઈને કલાકો સુધીનો હોઈ શકે છે. ગેસ થવો, પેટ ફૂલી જવાનાં લક્ષણો પણ પિત્તાશયની પથરીના હોઈ શકે છે.
 • પિત્તાશયની પથરી થવાથી પિત્તાશયને નુકસાન થઈ શકે છે.
 • પરંતુ ગંભીર પથરીથી પિત્તાશયનું કેન્સર થવાનું પણ જોખમ રહેલું હોય છે.
 • જેથી કરીને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સર્જનનો સંપર્ક કરવો જોઈએ.
 • પિત્તાશયની પથરીની શરૂઆતમાં એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવે છે
 • પરંતુ તેનું સ્થાયી નિરાકરણ તો ઓપરેશન જ છે. કોઈ પણ પ્રકારની ઔષધિથી પિત્તાશયની પથરીની સારવાર સંભવ નથી.
 • પિત્તાશયની પથરીથી પિત્તાશય બિનઉપયોગી બની જાય છે. તેથી ઓપરેશનમાં પથરી સાથે પિત્તશયને પણ કાઢી દેવામાં આવે છે.
 • પિત્તાશયની પથરીનું ઓપરેશન 2 પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ પ્રકારમાં પારંપરિક રીતે ચામડી કાપીને ઓપરેશન કરવામાં આવે છે. બીજી પદ્ધતિમાં લેપ્રોસ્કોપિક કોલિસિસટેક્ટમી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દી જલ્દી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here