શું તમે આવી રીતે ઊંઘી રહ્યા છો? તો તમારા ફેંફસા ખરાબ થવાની સંભાવના ઘણી-બધી છે!

શું તમે આ રીતે ઊંઘી રહ્યા છો? તો તમારા ફેંફસા ખરાબ થવાની સંભાવના છે!
  • સામાન્ય રીતે રાતની નિદ્રાને ખૂબ જ મહત્વની નિંદ્રા માનવામાં આવે છે. કારણકે આ નિદ્રા આપણા સ્વાસ્થય પર પણ મહત્વનો ભાગ ભજવે છે.
  • સામાન્ય રીતે 8 કલાકની ઊંઘને એક સારી ઊંઘ માનવામાં આવે છે.
  • પરંતુ તમે કદી વિચાર્યું છે કે 8 કલાકથી ઓછી ઊંઘ લેવાથી તમારા સ્વાસ્થય પર શું અસર પડી શકે છે?
  • હાલમાં જ આ મામલે એક શોધ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોજના 11 કલાકથી વધુ સુવાથી કે પછી 4 કલાકથી ઓછું સુવાથી લોકોને ફેંફસાની બિમારી પલ્મોનરી ફિબ્રેસિસનો ખતરો થવાની સંભાવના ત્રણ ગણી વધી જાય છે.
  • શોધમાં તે પણ જાણવા મળ્યું છે કે રાત્રે 7 કલાકથી વધુ કે ઓછું સૂવાથી આ સંભાવના વધી જાય છે.
  • પત્રિકા પીએનએએસના પ્રકાશિત એક લેખ મુજબ શોધમાં ફેંફસાની કોશિકાના અધ્યયન કર્યા પછી કહેવામાં આવ્યું કે ઊંઘવાથી ફેંફડામાં થતા ફિબ્રોસિસ અને ફેંફડાના થયેલી ઇજા ઓછી થાય છે. પલ્મોનરી ફિબ્રોસિસ ત્યારે થાય છે જ્યારે ફેંફડામાં હાજર ટીશ્યુ ક્ષતિગ્રસ્ત થાય છે. આ કારણે જ તે યોગ્ય રીતે કામ નથી કરી શકતા.
  • યુનિવર્સિટી ઓફ મેનસેસ્ટર અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના શોધકર્તા મુજબ શરીરની જૈવિક ઘડિયાળ શરીરમાં હાજર એક એક કોશિકાને સંચાલિત કરે છે. આ જૈવિક ઘડિયાળ 24 કલાકના ચક્રમાં અનેક તેવી પ્રક્રિયા જેવી કે સૂવું, હાર્મોન સ્ત્રાવ, પાચનને સંચારિત કરે છે. ફેંફસાની આ ઘડિયાળ હવાને અંદર લઇ જતી પ્રમુખ નળીના વાયુમાર્ગમાં આવેલી હોય છે. શોધમાં જાણવા મળ્યું કે પલ્મોનરી ફિબ્રોસિસથી પીડિત દર્દીઓના ઘડિયાળનો વેગ નાના એર સ્પેસ બનાવે છે જેને એલવિયોલી કહેવાય છે.
  • યુનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના પ્રમુખ શોધકર્તા જ્હોન બ્લાઇક્લે કહ્યું કે પલ્મોનરી ફિબ્રોસિસ એક ગંભીર બિમારી છે.
  • જેની સારવાર હાલ શક્ય નથી. તેવામાં જૈવિક ઘડિયાળની શોધથી આ બિમારીની સારવારના નવા પ્રયાસો શોધી શકાશે.
  • ઉંદર પર થયેલી શોધમાં જાણવા મળ્યું કે જૈવિક ઘડિયાળના બદલાવથી ફિબ્રોટિક પ્રક્રિયા બદલાય છે. અને તેનાથી પલ્મોનરી ફિબ્રોસિસ થવાની સંભાવના વધી જાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here