Charging દરમિયાન ફોનમાં આગ લગતા આટલા લોકોના થયા મોત

પોસ્ટ કેવી લાગી?

Charging

તમિલનાડુમાં ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (charging) માં આગ લાગવાની એક દુર્ઘટના બની છે. અહીં મોબાઇલ ફાટવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મોટી દુર્ઘટના તમિલનાડુના કરૂર જિલ્લાના રાયનૂરની છે. ફોન ફાટવાના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ. પરિવારની મુથૂલક્ષ્મી નામની મહિલા અને તેના બે બાળકો રણજીત (3 વર્ષ) અને દક્ષિત (2 વર્ષ)નું આગમાં મોત થયુ છે.

મળતી માહિતી મુજબ, રવિવારની રાત્રે મુથૂલક્ષ્મીએ મોબાઇલને ચાર્જ (charging) કરવા મૂકી દીધો. અને પોતાના બે બાળકોને લઈ સૂઈ ગઈ. રાત્રે મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ અને ઘરમાં સૂઈ રહેલા બાળકોની સાથે મહિલા પણ ગંભીર રીતે દાઝી ગઈ. રાતનો સમય હોવાના કારણે લોકોને આગ લાગવાની જાણ થઈ જ નહીં.

ફાઈલ તસ્વીર

સવાર થતાં જ્યારે લોકોને આગ વિશે જાણ થઈ તો તેઓએ તેની જાણકારી સ્થાનિક પોલીસને આપી. પોલીસની મદદથી મહિલા અને તેના બંને બાળકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ હૉસ્પિટલ પહોંચતાં ખબર મળી કે મહિલાનું મોત પહેલા જ થઈ ચૂક્યું છે. તથા તેના બંને બાળકોનું સારવાર દરમિયાન મોત થયું. જો કે, દુર્ઘટનાનો શિકાર બનેલી મહિલા તે ઘરમાં પોતાના પતિથી અલગ રહેતી હતી.

આ અંગે પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી સળગેલો એક મોબાઇલ ફોન મળી આવ્યો છે. પોલીસને પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (charging) માં આગ લાગી રહ્યો છે. પરંતુ પોલીસનું કહેવું છે કે આ કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures